ભૂજઃ કચ્છમં કોરોના મહામારી સામે સાવચેતી અને સજાગતા સાથે તંત્ર, સંસ્થાઓ અને સેવાભાવી કોરોના કમાન્ડો વિવિધ જવાબાદારી નિભાવી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. કચ્છના સાંસદે ગણવેશ વિનાના દેશસેવામાં સેવા આપી રહેલા સફાઈ કામદારોની ચિંતા સેવી છે તો ભૂજમાંં મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ શાકભાજીનુ નિશુલ્ક વિતરણ કરી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસના પીઆઈ પુત્રજન્મની ખુશીને દૂર રાખીને દેશસેવા કરી રહ્યાં છે. તો એક વૃ્દ્ધાએ કામ કરીને બચાવેલી મુડી દેશસેવામાં આપી છે. દેશસેવા માટે સૈનિક બનેલા એક નિવૃત જવાને પેન્શનની રકમ દાનમાં આપી છે. જાણો સંપુર્ણ વિગતો.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેમના ટ્રસ્ટ સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ કોરોના સામે મહાયુદ્ધમાં કારગર સેવા આપતાં આપણાં સફાઈકર્મી ભાઈબહેનોની સેવાને બિરદાવતાં કચ્છની છ નગરપાલિકાઓ સાથે મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સેવા બજાવતાં 1925થી વધુ સફાઈકર્મીઓને સેનિટાઈઝર બોટલ તથા બે માસ્કનું વિતરણ કરાયું હતું.
બીજીતરફ લોકડાઉન વચ્ચે શાકભાજી માટે બહાર નિકળતાં લોકોે ઘરમાં જ રહે તે માટે ભૂજમાં મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દૈનિક છ શાકભાજીની કિટનું વિતરણ કરાઈ રહયું છે. સંસ્થાના પ્રમુખ મનીષ બારોટે જણાવ્યુ ંહતું કે જરૂરિયાતમંદ લોકો બહાર ન નીકળી શકે તેમા ઘર સુધી સંસ્થા શાકભાજી નિશુલ્ક પહોંચાડી રહી છે. જરૂરી ચીજવસ્તુમાં શાકભાજીના બહાને બહાર નિકળતાં લોકોને પોતાની નૈતિક જવાબદારી સમજવાની અપીલ સાથે સંસ્થાએ જરૂરિયાત હોય તો જ બહાર નિકળો અથવા ઘરમાં રહો તેવી અપીલ કરી હતી.
દેશપ્રેમની પ્રેરક વાતઃ સફાઈ કામદારોની ચિંતા, નિશુલ્ક શાકભાજી, વૃદ્ધાનું દાન, PIની ફરજનિષ્ડા અને નિવૃત સૈનિકનો દેશપ્રેમ - કચ્છ કોરોના
કચ્છમાં કોરોના મહામારી સામે સાવચેતી અને સજાગતા સાથે તંત્ર, સંસ્થાઓ અને સેવાભાવી કોરોના કમાન્ડો વિવિધ જવાબાદારી નિભાવી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. કેટલીક નાની પણ અણમોલી વાત, જેનાથી કોરોનાનો જંગ જીતવાની આશા વધુ બળવત્તર બની જાય છે.