કચ્છઃ નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19) ફેલાયેલો છે. જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે.
જે અન્વયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 મુજબ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ દ્વારા 30માર્ચના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
જે અંતર્ગત કચ્છ જિલ્લામાં તમામ રોજગાર પૂરા પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણિજય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વાણિજ્ય સંસ્થા/દુકાનો બંધ રહ્યા હોઇ તો પણ કામના સ્થળે નિયત થયેલુ મહેનતાણું કોઇ પણ પ્રકારના કપાત વગર પુરેપૂરુ ચૂકવવાનું રહેશે.