ETV Bharat / state

Corona side effects : કોરોનાકાળમાં કચ્છ જિલ્લામાં માનસિક રોગના દર્દીઓમાં વધારો

કોરોના મહામારીના કારણે લોકો આર્થિકની સાથે માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે. ભુજની મેન્ટલ હોસ્પિટલમાં કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત (Corona side effects) થઈ હોય એવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

author img

By

Published : Jan 20, 2022, 2:04 PM IST

Corona side effects : કોરોનાકાળમાં કચ્છ જિલ્લામાં માનસિક રોગના દર્દીઓમાં વધારો
Corona side effects : કોરોનાકાળમાં કચ્છ જિલ્લામાં માનસિક રોગના દર્દીઓમાં વધારો

કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોનાને બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે લોકો આર્થિક રીતે તો ભાંગ્યા જ છે પરંતુ સાથે સાથે માનસિક રીતે પણ પડી (Corona side effects)ભાંગ્યા છે. ત્યારે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ હોઈ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

મનોરોગીઓની સંખ્યા વધી ગઈ

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકોના ધંધા,રોજગારને અસર તો પડી જ છે સાથે સાથે લોકોની પારિવારીક તેમજ માનસિક સ્થિતિ કથળી છે. લોકો સતત કોરોનાના ભય સાથે જીવી રહ્યાં છે. જેના પગલે કચ્છમાં મનોરોગીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આ અંગેની વિગતો મુજબ કોરોનાના કારણે પ્રથમ લહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેના લીધે લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. લોકડાઉન સહિતના નિયમો તો હળવા થયાં પરંતુ સંક્રમણ યથાવત રહેતા લોકોના માનસ પટ પર કોરોનાએ ગંભીર અસરો પહોંચાડી છે. જનજીવન રાબેતા મુજબ થવાના લીધે લોકો પોતાની દૈનિક પ્રવૃતિઓમાં પરોવાઈ ગયા છે પરંતુ હજુય કોરોનાનો ભય (Corona side effects)સતાવી રહ્યો હોઈ માનસિક રીતે પણ અનેક લોકોની સ્થિતિ કથળી છે.

હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઉછાળો

કોરોનાની પહેલી લહેર કરતા કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોના અવસાન થયા છે તેેમાં કેટલાક પરિવારે ઘરમાં પૈસા કમાનારી વ્યક્તિને પણ ખોયા છે. તો કેટલાક પરિવાર પણ વિંખાઈ ગયા છે. કેટલાક પરિવારના ધંધા રોજગાર પર પણ મોટી અસર થઈ છે. આ મહામારીના કારણે માનસિક દર્દીઓની સંખ્યામાં મોટા પાયે વધારો નોધાયો છે. હાલ ત્રીજી લહેરમાં વધતા જતા કેસોએ લોકોમાં ચિંતા વધારી છે ત્યારે ભુજ ખાતેની મેન્ટલ હોસ્પિટલમાં (Bhuj Mental Hospital) સારવાર (Corona side effects)લેનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઉછાળો આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Corona In Gujarat: રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે આવી ખુશખબર, જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલે શું કહ્યું?

18 દિવસમાં 200 નવા અને 962 જૂના કેસના દર્દીઓએ સારવાર લીધી

ભુજ મેન્ટલ હોસ્પિટલના (Bhuj Mental Hospital)તબીબ ડો. જે. વી. પાટણકરે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મેન્ટલ હોસ્પિટલમાં જૂના કેસોની સાથોસાથ નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જાન્યુઆરી માત્ર 18 દિવસમાં 200 નવા અને 962 જૂના કેસના દર્દીઓએ સારવાર લીધી છે. કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ હોઈ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન 5817 જેટલા નવા દર્દીઓ સારવાર માટે આવ્યા હતાં. કેટલાક દર્દીઓને ચેકઅપ માટે સમયાંતરે આવવું પડતું હોઈ વર્ષના અંતે 26259 જૂના કેસના દર્દીઓને સારવાર અપાઈ હતી. તો વર્ષ 2021 માંજાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન 4121 નવા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા.વર્ષના અંતે 24525 જુના કેસના દર્દીઓને (Corona side effects)સારવાર અપાઈ હતી.

પરિવાર અને આર્થિક સ્થિતિની ચિંતા વધી

એક માનસિક રોગ નિષ્ણાત દ્વારા જણાવાયું હતું કે કોરોનાની પ્રથમ લહેર વખતે લોકોને પોતાના સ્વાસ્થ્યના કારણે સ્ટ્રેસ અને ટેન્શન વધ્યું હતું. પણ બીજી લહેર બાદ લોકોને પોતાના પરિવાર અને આર્થિક સ્થિતિની ચિંતા (Corona side effects) વધી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે કે જો તેમને કોરોના થશે તો સાત દિવસની આવક બંધ થઈ જશે અને તે કારણે ઘરના લોકોનું ભરણ પોષણ કેમ થશે. એક વખત કોરોના થયા બાદ ઘણા લોકો એકસેસિવ કેર કરી રહ્યાં છે. ફરીથી કોરોનાનો ચેપ ન લાગે તે માટે વારંવાર હાથ ધોવા અને સેનીટાઈઝ કરવા જેવા કાર્યો અતિશય પ્રમાણમાં કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Health Benefits Of Dalia: માત્ર બીમાર લોકો માટે જ નહીં, દરેક માટે છે દલિયો શ્રેષ્ટ આહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.