કચ્છઃ સમગ્ર રાજ્યના લઘુતમ તાપમાનમાં ફરી વધારો જોવા (Cool in Gujarat) મળી રહ્યો છે. સાથે સાથે આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં ફરી લઘુત્તમ તાપમાન (Minimum temperature in Gujarat) નીચું ગયું છે. તો અમુક જિલ્લામાં પારો ઉપર ચડ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં દિવસ દરમ્યાન સામાન્ય તાપમાન (Maximum temperature in Gujarat) નોંધાયું છે.
આ પણ વાંચો- Gujarat Weather Report : રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ફરી થયો વધારો, જાણો આજનું તાપમાન
રાજ્યમાં હવામાનમાં પલટો
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં પલટો (Climate change in Gujarat) આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. તો અમુક જિલ્લાઓમાં નીચે સરક્યો હતો. સાથે જ ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો રાજ્યમાં આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 30થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
આ પણ વાંચો-Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે
સુરતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુત્તમ તપામાનના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 11.0 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગર ખાતે 11.8, ભુજ ખાતે 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન (Minimum temperature in Gujarat) નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 15.8, જૂનાગઢમાં 17.0, વડોદરામાં 15.0, અમદાવાદ ખાતે 15.1 અને કંડલા ખાતે 17.0, ભાવનગરમાં 18.2 , સુરતમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન (Minimum temperature in Gujarat) નોંધાયું છે.
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો
ઉપરાંત મહત્તમ તપામાનના (Maximum temperature in Gujarat) આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન (Maximum temperature in Gujarat) ભૂજ ખાતે 34.1 ડિગ્રી નોંધાયું છે.તો ગાંધીનગર ખાતે 31.0, નલિયા ખાતે 33.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.જ્યારે રાજકોટમાં 33.1, જૂનાગઢમાં 31.5, બરોડામાં 32.0, અમદાવાદ ખાતે 31.9 અને કંડલા ખાતે 32.8, ભાવનગરમાં 30.0 , સુરતમાં 30.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | લઘુત્તમ તાપમાન (ડિગ્રી) | મહત્તમ તાપમાન (ડિગ્રી) |
અમદાવાદ | 15.1 | 31.9 |
ગાંધીનગર | 11.8 | 31.0 |
રાજકોટ | 15.8 | 33.1 |
સુરત | 18.8 | 30.2 |
ભાવનગર | 18.2 | 30.0 |
જૂનાગઢ | 17.0 | 31.5 |
કંડલા | 17.0 | 32.8 |
વડોદરા | 15.0 | 32.0 |
નલિયા | 11.0 | 33.0 |
ભૂજ | 17.6 | 34.1 |