- રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી કરીને 14 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું
- આગામી સમયમાં ખુલ્લું વાતાવરણ જળવાઈ રહેશે અને તડકો પણ બની રહેશે
- રાજ્યના શિતમથક નલિયા ખાતે 3.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
કચ્છઃ રાજ્યમાં છેલ્લાં અમુક દિવસોથી ખુલ્લું વાતાવરણ(Cold mercury in the state of Gujarat ) જોવા મળી રહ્યું છે અને આવનારા એક અઠવાડિયા સુધીમાં (Cool weather India )વાતાવરણમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે અને રાજ્યના અમુક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જશે. તાપમાનમાં પરિવર્તન આવ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો ઠંડા અને સૂકા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે 3.8 ડિગ્રી(3.8 degrees at Naliya), ભુજમાં 9.0 તથા કંડલા ખાતે પણ 9.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નોર્થન વિન્ડના લીધે વાતાવરણમાં ઠંડક
હાલમાં નોર્થ પાકિસ્તાન અને એની આજુબાજુના વિસ્તારમાં વેસ્ટર્ન વિન્ડ બની રહ્યું છે જેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યું છે સામન્ય રીતે શિયાળામાં નોર્થન વિન્ડ હોતું હોય છે અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની અસર પણ ગુજરાત રાજ્યમાં વર્તાતી હોય છે. આ વેસ્ટર્ન અને નોર્થન વિન્ડ અને ડિસ્ટર્બન્સ વારાફરતી ચાલ્યા કરતું હોય છે જેનાથી તાપમાન નીચું જાય છે અને ઠંડીનો અનુભવ થાય છે.
ગુજરાતના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ડિગ્રીમાં
જિલ્લા | લઘુતમ તાપમાન |
અમદાવાદ | 13.0 ડિગ્રી |
ગાંધીનગર | 12.0 ડિગ્રી |
રાજકોટ | 11.0 ડિગ્રી |
સુરત | 16.0 ડિગ્રી |
ભાવનગર | 13.0 ડિગ્રી |
જૂનાગઢ | 9.0 ડિગ્રી |
બરોડા | 14.0 ડિગ્રી |
નલિયા | 3.8 ડિગ્રી |
ભુજ | 9.0 ડિગ્રી |
કંડલા | 9.0 ડિગ્રી |
આ પણ વાંચોઃ Delhi Republic Day Parade 2022: ગુજરાતના 57 NCC કેડેટ્સ દિલ્હી પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેશે
આ પણ વાંચોઃ VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું