ETV Bharat / state

કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કચ્છમાં કોરોનાથી 9000 લોકોનાં મોત નિપજ્યાનો ચોંકાવનારો દાવો કર્યો - Kutch District Collector

કચ્છમાં સરકારી ચોપડે કોરોનાથી સંક્રમિતોનો આંક 12000 જ્યારે કુલ મોતનો આંક 269 બતાવાયો છે. તેવામાં જિલ્લામાં આ બીમારીથી 1000-2000 નહીં પણ 9000 લોકો કોરોનાથી મોતને ભેટ્યાં હોવાના સણસણતા આક્ષેપોથી વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. Congress region secretary કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ જિલ્લામાં 9000 લોકોના કોરોનાથી મોત થયા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.

કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કચ્છમાં કોરોનાથી 9000 લોકોનાં મોત નિપજ્યાનો ચોંકાવનારો દાવો કર્યો

author img

By

Published : May 27, 2021, 2:19 PM IST

  • કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કચ્છમાં કોરોનાથી 9000 લોકોનાં મોત નીપજ્યાનો દાવો કર્યો
  • વેન્ટીલેટરના બદલે ડબલા જેવા બાયપેપ મશીન કચ્છને ફાળવાયા
  • કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કરેલા સણસણતા આક્ષેપોથી વહીવટી તંત્રમાં હલચલ

    કચ્છ- કોરોનાથી થતાં મોત છુપાવવા વહીવટીતંત્રની લુકાછૂપીની ચર્ચાઓ રાજ્યમાં ચોમેર છે ત્યારે કચ્છમાં પણ આવું થઇ રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. સરકારી ચોપડે કોરોનાથી સંક્રમિતોનો આંક 12000 જ્યારે કુલ મોતનો આંક 269 બતાવાયો છે. પણ આ આંકડો 1000-2000 નહીં પણ 9000 લોકો Corona Death કોરોનાથી મોતને ભેટ્યા હોવાના Congress allegation સણસણતા આક્ષેપોથી વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. Congress region secretary કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ જિલ્લામાં 9000 લોકોના કોરોનાથી મોત થયા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.

    વેન્ટીલેટરની જાહેરાત સામે બાયપેપ મશીન અપાયા

    G. K. General Hospital જી.કે. હોસ્પિટલની કથળેલી સેવાઓ અંગે અવારનવાર અવાજ ઉપાડતા કોંગ્રેસના રફીક મારાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાને કચ્છની મુલાકાત સમયે જાહેરાત કરી હતી કે, 2000 ઓક્સિજન બેડ અને 80 વેન્ટીલેટર જિલ્લાને ફાળવાશે, પણ ઓક્સિજનના બેડ મળ્યા નથી. જ્યારે Lack of ventilator 80 વેન્ટીલેટરની જાહેરાત સામે કચ્છને માત્ર ડબલા જેવા બાયપેપ મશીન અપાયા છે. જેમાંથી 50 મશીન જી.કે.ને ફાળવાયા છે. જેમાંથી માત્ર 4-5 મશીન કામ કરે છે. કલેક્ટર પાસે Bipap machine 25 બાયપેપ મશીન પડ્યા છે, પણ કોઈ ખાનગી હોસ્પિટલ લેવા તૈયાર નથી. કારણ કે, આ મશીન કામ કરતા નથી. મુખ્યપ્રધાને જે વેન્ટીલેટરની જાહેરાત કરી તેની કિંમત 5 થી 12 લાખ છે. જ્યારે આ બાયપેપ મશીન 30 હજારમાં મળી રહે છે. કચ્છને સાચી રીતે વેન્ટીલેટર મળ્યા હોત તો જિલ્લામાં 500 થી 600 લોકોના જીવ બચાવી શકાયા હોત.

    કચ્છમાં કોરોનાથી 9000 લોકો મૃત્યુ પામ્યાનો દાવો કરવામાં આવ્યો

    વધુમાં રફીક મારાએ આક્ષેપ સાથે કહ્યું કે, સરકારી ચોપડે મોતનો આંક 3 થી 5 બતાવાય છે, પણ જી.કે.માં દરરોજ 50 થી 60 લોકો મોતને ભેટે છે. જિલ્લામાં મોતનો આંક 100 જેટલો છે. આશરે 9000 લોકો કચ્છમાં કોરોનાના કારણે મૃત્યુ પામ્યો હોવાનો દાવો કર્યો હતો. જેના માટે જવાબદાર વેન્ટીલેટર, રેમડેસીવીર અને ઓક્સિજનની ઘટ છે. પીએમ રિલિફ ફંડમાંથી ફાળવાયેલા વેન્ટીલેટર કામ કરતા બંધ થઈ ગયા છે. ધમણ વેન્ટીલેટર પણ સફળ રહ્યા નથી, કોરોનાથી જેનું મૃત્યુ થાય તેને આર્થિક સહાય આપવાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જાેગવાઈ છે. પણ આંટીઘૂટીને કારણે આ લાભ મળતો નથી. આ પરિસ્થિતિ જાેતા સરકાર કચ્છની જનતાને ખમીરવંતી કહી કચ્છના લોકોનું ખમીર કાઢી નાખી અને ઉદ્યોગપતિઓ દ્વારા કચ્છના લોકોનો ખો કાઢી રહી છે તેવો આક્ષેપ પણ કરાયો છે.

આ પણ વાંચોઃ 110 KMPH SPEEDથી જઇ રહી હતી ટ્રેન, ધ્રુજારીથી પડ્યો ચાંદની સ્ટેશની બિલ્ડીંગનો એક ભાગ

કલેક્ટર જી.કે.ના બદલે ભુજની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા

Kutch District Collector જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. પણ કોરોનાથી સંક્રમિત બન્યા હતા. જિલ્લાના પ્રથમ નાગરિક હોવાના નાતે તેઓ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચેરપર્સન પણ છે, પરંતુ તેઓને જ્યારે કોરોના થયો ત્યારે જી.કે.માં સારવાર લેવાને બદલે તેઓ ભુજમાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલ સચિન ઠક્કરમાં સારવાર લેવા દાખલ થયાં હતાં. તેઓ આક્ષેપ રફીક મારાએ કર્યો છે. જો કલેક્ટર જી.કે.ના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોય તો આ હોસ્પિટલનો વહીવટ કેવો હશે.

મ્યુકોરમાઈકોસીસની સારવાર માટેના ઇન્જેક્શનની કચ્છમાં અછત

કોરોના કરતા જીવલેણ બીમારી Mucormycosis મ્યુકોરમાઈકોસીસથી કચ્છમાં અંદાજે હાલ 30 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ બીમારીની સારવાર માટે ઈન્જેકશન લેવા જરૂરી છે જે કચ્છમાં ક્યાંય મળતા નથી. સરકારે રાજ્યમાં 6 જિલ્લાઓને ઈન્જેકશન ફાળવ્યા છે. જેથી કચ્છના લોકોને ઈન્જેકશન લેવા 250 કિ.મી. દૂર રાજકોટ જવું પડે છે. રાજકોટમાં પણ કાગળીયાની માયાજાળથી લોકોને ધક્કા ખાવા પડે છે. કચ્છમાં સ્થાનિકે ફંગસની બીમારીના ઈન્જેકશન મળે તો લોકોનો જીવ બચે તેમ છે. રોજબરોજ આ ઈન્જેકશનના ભાવ વધી રહ્યા છે. અગાઉ તેના ભાવ 2900થી 3200 હતા. જાેકે, હાલમાં તેની કિંમત 5000થી 6000 છે. જેના પરથી લાગે છે કે, સરકાર વાગ્યા પર પાટા બાંધવાને બદલે પથ્થરના ઘા મારે છે તેવા આક્ષેપ સાથે રફીક મારાએ સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ CYCLONE EFFECt:કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને રાહત પેકેજની કરી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.