ભુજના કલેક્ટર રોડ પર કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ પાણી અને અછતના મુદ્દે નારાજગી વ્યક્ત કરી સરકાર ખાલી પોકળ દાવાઓ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ભાજપ વિરોધી સૂત્રો પોકારવાની સાથે જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
નોંધનીય છે કે,ગઈકાલે પાણી પુરવઠાના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ કચ્છની મુલાકાત લઈ અછતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.