ETV Bharat / state

ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત કોરોના કાળમાં સૌથી વધુ કફોડી - The condition of traders in Bhuj is dire

કોરોના મહામારીના પગલે આર્થિક રીતે ખૂબ મોટી અસર પડી રહી છે. અનેક ઉદ્યોગ અને વેપાર-ધંધામાં છેલ્લા અનેક મહિનાઓથી એક પણ રૂપિયાની આવક વગર વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભુજમાં કપડા ભાડે આપવાનો વેપાર કરતા વેપારીઓ નવરાત્રિની ઉજવણી ન થવાની હોવાથી ભારે મુસીબતમાં મુકાયા છે.સરકાર આ વર્ગના વેપારીઓ માટે કોઈ આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.

ETV BHARAT
ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત બની કફોડી
author img

By

Published : Sep 25, 2020, 4:58 PM IST

કચ્છ: ભુજમાં રેડીમેન્ટ અને સાંસ્કૃતિક ટ્રેડિશનલ કપડાઓ ભાડે આપવાનો વ્યવસાય કરતા વેપારીઓની હાલત કફોડી બની છે.માર્ચ મહિનામાં લોકડાઉન બાદ આ દુકાનોમાં કોઈ ગ્રાહક નથી એક પણ રૂપિયાની આવક વગરના આ વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને સ્કૂલ બંધ હોવાથી વિવિધ કાર્યક્રમોમાં આ ભાડે કપડાની માંગ બંધ થઈ છે.

etv bharat
ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત બની કફોડી

સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં જોઈતી માંગ પણ અત્યારે નથી કોરોના મહામારી વચ્ચે વેપારીઓ આગામી નવરાત્રિમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસની માંગ થશે તેવી આશા રાખી રહ્યા હતા. પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના નિયમોના પાલન સાથે નવરાત્રિની ઉજવણી શક્ય નથી. નવરાત્રિની ઉજવણી થવાની ન હોવાથી હવે આ વેપારીઓ આગામી છ માસ સુધી કોઇ જ વેપાર ન હોવાનું માની રહ્યા છે. આ સ્થિતિમાં વેપારીઓની હાલત વધુ ને વધુ કફોડી બની છે.

ભુજમાં ભાડે કપડા આપવાનો વ્યવસાય કરતા રામ ઠક્કરે ETV ભારતને જણાવ્યું હતું કે લોકડાઉન બાદથી વેપાર બંધ છે નવરાત્રીની ઉજવણી થવાની નથી સ્કૂલ બંધ હવે આ ભાડે કપડાં કોણ લેવા આવે વેપારીઓ વર્ષથી આ વેપાર કરે છે. તેમને સ્ટાફ સહિતના ખર્ચાઓ છે હવે આ સ્થિતીમાં વેપારીઓને સરકાર રાહત માટે કોઈ પેકેજ આપે તેવી માંગ રહ્યા છે.

વેપારી ચિંતન મહેતા જણાવ્યું હતું કે નવરાત્રીની ઉજવણી થાય તો પણ કોરોના મહામારી સમયમાં ભાડે કપડાં લઈને લોકો પહેરે કે કેમ તે પણ પ્રશ્ન છે સ્કૂલ બંધ છે આ સ્થિતિમાં હજુ આગામી છ માસ સુધી કોઈ જ વેપારીની શક્યતા જણાતી નથી લોકડાઉન બાદ હજુ છ માસ ગણો તો એક દોઢ વર્ષ સુધી વેપારી શરૂ થવાની શક્યતા નથી. આ સ્થિતિમાં વેપાર કઇ રીતે ચલાવી શકે તે એક મોટો પ્રશ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.