ETV Bharat / state

કચ્છ: પવનચક્કી માટે પર્યાવરણને નુકસાન, ખાનગી કંપનીઓને દંડ ફટકારાયો - પર્યાવરણને નુકસાન

કચ્છ: જિલ્લામાં પવનચક્કી લગાવવા માટે ખાનગી કંપનીઓ દ્વારા પર્યાવરણનો નાશ કરાઈ રહ્યાની અનેક ફરિયાદો બાદ હવે તંત્ર જાગ્યું છે. નખત્રાણા મામલદારે ત્રણ ગામની સીમમાં ખાનગી કંપનીઓએ કાપી નાંખેલા હજારો વૃક્ષો માટે દંડ ફટકાર્યો છે. પવનચકકી માટે કચ્છના પર્યાવરણને કલ્પી ન શકાય તેવા નુકસાન બાદ જાગ્યા ત્યારથી સવારની જેમ તંત્રએ કંપની સામે દંડનીય કાર્યવાહી સહિતની પગલા ભરવાનું આરંભી દીધું છે. જોકે હવે કામગીરી કેટલી સફળ રહેશે તે પણ એક સવાલ છે. કારણ કે, પવનચકીઓ માટે ફાળવાયેલી જમીનમાં રહેલા વૃક્ષો બેફામ કપાઈ રહ્યાં છે. જે કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે, તેમણે ત્રણ ગામમાં મળને કુલ 926 જેટલા વૃક્ષોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. કચ્છમાં કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વેિચારી શકાય તેમ નથી.

company cut down several trees In Kutch
કચ્છમાં પવનચક્કી માટે પર્યાવરણનો કચ્ચરઘાણ
author img

By

Published : Nov 27, 2019, 5:46 PM IST

નખત્રાણા મામલતદાર દ્વારા પશ્ચિમ કચ્છમાં સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા-1951 અંતર્ગત પવનચક્કીઓ દ્વારા પૂર્વ સંમતિ વિના વૃક્ષોના નિકંદન માટે 6,19,750નો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા, ૧૯૫૧ની કલમ-3 મુજબ સાંગનારાની સરકારી જમીનમાં ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લી, દિલ્હીને વિન્ડમીલના પ્રોજેકટ હેતુ માટે મંજૂર કરવામાં આવેલ જમીનમાં દેશી બાવળ, ખેર, બોરડી, કંધોર, ગુગળ વગેરે ઝાડીનું ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવાનું શરૂ કર્યું હતું, જેને પગલે સાંગનારા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા 18 ઓગસ્ટે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

કચ્છમાં પવનચક્કી માટે પર્યાવરણનો કચ્ચરઘાણ
આ ફરિયાદ બાદ તપાસ હાથ ધરાતા અંદાજે 432 જેટલાં વૃક્ષો પૂર્વ મંજૂરી વિના કાપવામાં આવ્યાંનું તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નખત્રાણા દ્વારા 27 ઓગસ્ટેના સ્થળ સ્થિતિના અહેવાલ મુજબ કંપની દ્વારા કપાયેલ વૃક્ષો કંપનીના મંજૂર થયેલ પોઇન્ટની કામગીરી તથા રસ્તો બનાવવાના કામે કપાયા છે, તેવું જાણવા મળ્યું હતું, તેમજ કંપની દ્વારા વગર મંજૂરીએ વૃક્ષો કાપી નાખેલ હોઇ, સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, 1951ની કલમ-3 મુજબ ગુનો દાખલ કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ દ્વારા ભલામણ કરાઇ હતી.
company cut down several trees In Kutch
કચ્છમાં પવનચક્કી માટે પર્યાવરણનો કચ્ચરઘાણ

મામલતદાર પ્રવિણસિંહ જૈતાવત દ્વારા તપાસ રીપોર્ટને ધ્યાને લઇ કુલ 432 વૃક્ષોના છેદન બદલ 3,04,950નો દંડ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત નખત્રાણાના ભડલીની સરકારી જમીનમાં સિમેન્સ ગામેસા રીન્યુએબલ પાવર પ્રા. લી. ચેન્નઇને કાપવામાં આવેલ 621 વૃક્ષો સામે સરકારી જમીન પર કાપવામાં આવેલ 489 વૃક્ષો માટે ૩,૦૯,૮૦૦નો દંડ કરવાનો હુકમ કરાયો છે . આ ઉપરાંત ત્રીજા એક કેસમાં સુઝોલોન ગુજરાત વિન્ડ પાર્ક લી.,ભુજ-કચ્છને કાપવામાં આવેલા પાંચ વૃક્ષોના છેદન બદલ વૃક્ષદીઠ 5000ના દંડનો હુકમ કરાયો છે.

Intro:કચ્છમાં પવનચકી લગાવવા માટે ખાનગી કંપનીઓ દ્વારા પર્યાવરણનો નાશ કરાઈ રહયાનું અનેક ફરિયાદો બાદ હવે તંત્ર જાગ્યું છે. નખત્રાણા મામલદારે ત્રણ ગામની સીમમાં ખાનગી કંપનીઓએ કાપી નાંખેલા હજારો વૃક્ષો  માટે દંડ ફટકાર્યો છે. પવનચકકી માટે કચ્છના પર્યાવરણને  કલ્પી ન શકાય તેવા નુકશાન બાદ જાગ્યા ત્યારથી સવારની જેમ તંત્રએ કંપની સામે દંડનીય કાર્યવાહી સહિતની પગલા  ભરવાનું આરંભી દીધું છે. જોકે હવે કામગીરી કેટલી સફળ રહેશે તે પણ એક સવાલ છે કારણ કે પવનચકીઓ માટે ફાળવાયેલી જમીનમાં રહેલા વૃક્ષો બેફામ કપાઈ રહયા છે.  કારણ કે જે કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે તેમણે ત્રણ ગામમાં મળને કુલ 926 જેટલા વૃક્ષોનો સોથ વાળી નાંખ્યો છે. તો કચ્છમાં કેટલું મોટું નુકશાન થઈ રહયું છે તે વેિચારી શકાય તેમ છે. Body:નખત્રાણા મામલતદાર  દ્વારા  પશ્ચિમ કચ્છમાં સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા-૧૯૫૧ અંતર્ગત પવનચક્કીઓ દ્વારા પૂર્વ સંમતિ વિના વૃક્ષોના નિકંદન માટે રૂ. ૬,૧૯,૭૫૦/-નો દંડ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા, ૧૯૫૧ની કલમ-૩ મુજબ સાંગનારાની સરકારી જમીનમાં  ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લી.,દિલ્હીને વિન્ડમીલના પ્રોજેકટ હેતુ માટે મંજૂર કરવામાં આવેલ જમીનમાં દેશી બાવળ, ખેર, બોરડી, કંધોર, ગુગળ વગેરે ઝાડીનું ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવાનું શરૂ કર્યું હતું જેને પગલે  સાંગનારા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ગત તા. ૧૬/૮/૨૦૧૯ના લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદ બાદ તપાસ હાથ ધરાતા  અંદાજે ૪૩૨ જેટલાં વૃક્ષો પૂર્વ મંજૂરી વિના કાપવામાં આવ્યાંનું તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નખત્રાણા દ્વારા તા. ૨૭/૮/૨૦૧૯ના સ્થળ સ્થિતિના અહેવાલ મુજબ કંપની દ્વારા કપાયેલ વૃક્ષો કંપનીના મંજૂર થયેલ પોઇન્ટની કામગીરી તથા રસ્તો બનાવવાના કામે કપાયા છે તેવું માલુમ પડ્યું હતું તેમજ કંપની દ્વારા વગર મંજૂરીએ વૃક્ષો કાપી નાખેલ હોઇ, સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો, ૧૯૫૧ની કલમ-૩ મુજબ ગુનો દાખલકરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ દ્વારા ભલામણ કરાઇ હતી.

મામલતદાર પ્રવિણસિંહ જૈતાવત દ્વારા  તપાસ રીપોર્ટને ધ્યાને લઇ કુલ ૪૩૨ વૃક્ષોના છેદન બદલ રૂ. ૩,૦૪,૯૫૦/-નો દંડ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત  નખત્રાણાના  ભડલીની સરકારી જમીનમાં  સિમેન્સ ગામેસા રીન્યુએબલ પાવર પ્રા. લી. ચેન્નઇને કાપવામાં આવેલ કુલ-૬૨૧ વૃક્ષો સામે સરકારી જમીન પર કાપવામાં આવેલ ૪૮૯ વૃક્ષો માટે રૂ. ૩,૦૯,૮૦૦/-નો દંડ કરવાનો હુકમ કરાયો છે . આ ઉપરાંત ત્રીજા એક કેસમાં  સુઝોલોન ગુજરાત વિન્ડ પાર્ક લી.,ભુજ-કચ્છને કાપવામાં આવેલા પાંચ વૃક્ષોના છેદન બદલ વૃક્ષદીઠ રૂ. ૫૦૦૦/-ના દંડનો હુકમ કરાયો છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.