- કચ્છમાં 440 બેઠકો માટે 1,131 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
- જિલ્લા પંચાયતની 40 સીટ પરના 161 ઉમેદવાર માંથી 53 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા હતા
- 10 તાલુકા પંચાયતમાંથી 32 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું
કચ્છ: ગાંધીધામ-પાલી નગરપાલિકાના વોર્ડ નંબર 13માં 20 અને વોર્ડ નંબર 12માં 18 ઉમેદવારો મેદાને છે. જ્યાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 ઉમેદવારો છે. વોર્ડ નંબર 7 અને 11માં 8-8 ઉમેદવારો છે. જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર 5 ઉમેદવારો હરિફાઈમાં છે.
ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા
ભુજ નગરપાલિકાના વોર્ડ નં 9માં 4 ઉમેદવારો અને ભુજ તાલુકા પંચાયતની ડગાળા, માનકુવા-2 અને સરાડા બેઠક મળી કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અંજાર નગરપાલિકાના વોર્ડ નં 8 કે જેમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા હતા. 5 નગરપાલિકાના 49 વોર્ડ ની 196 બેઠકો માટે 726 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 20 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને 171 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ગણાયા હતા.
જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર હરિફાઈમાં 5 ઉમેદવારો
ગાંધીધામ-પાલી નગરપાલિકાના વોર્ડ નંબર 13 માં 20 અને વોર્ડ નંબર 12માં 18 ઉમેદવારો મેદાને છે. જ્યાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 ઉમેદવારો છે. વોર્ડ નંબર 7 અને 11માં 8-8 ઉમેદવારો છે. જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર 5 ઉમેદવારો હરિફાઈમાં છે.
7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
ભુજ નગરપાલિકાના વોર્ડ નં 9માં 4 ઉમેદવારો અને ભુજ તાલુકા પંચાયતની ડગાળા માનકુવા-2 અને સરાડા બેઠક મળીને કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અંજાર નગરપાલિકાના વોર્ડ નં 8 કે જેમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા હતા. જેમાંથી 263 ફોર્મ અમાન્ય ગણાયા હતા. હવે 492 ઉમેદવારો વચ્ચે તાલુકા પંચાયતની બેઠકો માટે જંગ જામશે.