કચ્છ : ભૂજ શહેરનું હાલનું મુખ્ય કેન્દ્ર ગણાતું જયુબલી ગ્રાઉન્ડમાં ચારે બાજુથી માર્ગો પર ખાડા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન પાસે તો એટલા ઉંડા ખાડા છે કે વરસાદી પાણી ભરાય ત્યારે જો વાહનચાલક ધ્યાન ન રાખે તો તે વાહન સમેત નીચે પછડાઈ શકે છે. ભૂજના સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, સંતોષી માતા મંદિર રોડ , સ્વામીનારાયણ મંદિર રોડ આવા અનેક રોડ પર વરસાદને કારણે નહીં પણ ગટર સમસ્યાને કારણે ખખડધજ માર્ગોની સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. ભૂજમાં ભૂકંપ પછી જે માર્ગો બનાવાયા તેમાંથી કેટલાક માર્ગ આરએનબી પાસે તો કેટલાક માર્ગની જવાબદારી પંચાયત હસ્તક છે. હવે આ માર્ગોના નવીનીકરણની જવાબદારી આ વિભાગોની છે તેમ જણાવીને નગરપાલિકા સમારકામમાં ધ્યાન આપતી નથી.
ભૂજના રસ્તાની બિસ્માર હાલત ! નાગરિકોને હાલાકી - કચ્છ જિલ્લામાં ભારે વરસાદ
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આંતરિક રસ્તા અને ફળિયાઓની શેરીઓ પણ ભારે વરસાદમાં તૂટી જવાથી નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 2001ના ભૂકંપ પછી જે માર્ગો બનાવાયા હતા તે પણ તૂટી ગયેલી હાલતમાં છે. ભુજ નગરપાલિકા આ માર્ગોની મરંમત કરી થીંગડા ચોક્કસ મારી શકે છે પણ તે નવા રસ્તા બનાવવા માટે સક્ષમ નથી...