- કચ્છમાં દીપાવલીના પર્વને એક અલગ અંદાજથી ઉજવતા ભુજ વાસીઓ
- ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે ફટાકડા ફોડી કરી ઉજવણી
- ફટાકડાના ધૂમ-ધડાકા સાથે લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા આપી
કચ્છ: ભુજના હૃદય સમાન હમીરસર તળાવ (Hamirsar Lake) કાંઠે વર્ષોથી શહેરીજનો મંગલા આરતી બાદ સામુહિક રીતે ફટાકડા (Fireworks) ની આતશબાજી કરીને દીપાવલી (Diwali) પર્વની ઉજવણી કરતાં આવ્યા છે ત્યારે છેલ્લાં 2 વર્ષોથી ઉજવણી અને હમીરસર તળાવના કિનારે વૈશ્વિક મહામારી કોરોના ના કારણે ફટાકડાં ફોડવાં પર પ્રતિબંધ હતો પરંતુ આ વર્ષે કોરોના ના કેસ ઓછાં થઈ ગયા છે ત્યારે ફરીથી આ શુભ તહેવારની ઉજવણી હમીરસર તળાવના કાંઠે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 12 લાખ દીવાઓથી ઝગમગ્યું અયોધ્યા, યોગીએ કહ્યું - રામરાજનું વિઝન સાકાર થઈ રહ્યું છે
વર્ષોથી હમીરસરના કાંઠે ફટાકડાની આતશબાજી કરીને પર્વને વધાવવામાં આવે છે
ભુજની દિવાળી (Diwali) ની વિશેષતા એ છે કે, સૌ કોઈ દ્વારા હમીરસર તળાવ (Hamirsar Lake) ના કાંઠે ફટાકડાની આતશબાજી કરીને પર્વને વધાવવામાં આવે છે. જેમાં ભુજનાં હમીરસરના કિનારે વહેલી સવારે તેમજ રાત્રે અને બેસતાં વર્ષનાં વહેલી સવારનાં રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફટાકડા (Fireworks) ફોડીને દીપાવલીના પર્વને સૌ ભેગા મળીને મનાવે છે.
આ પણ વાંચો: જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા
લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા આપીને જીવનમાં નવા રંગો ઉમેરાય તેવી કરે છે પ્રાર્થના
હમીરસર તળાવ (Hamirsar Lake) ના કાંઠે રસ્તાની બન્ને બાજુએ શહેરીજનો વિવિધ જાતના ફટાકડાં (Fireworks) ફોડવામાં આવ્યા હતા. તો કેટલાક જાગૃત નાગરિકો પોતે ફોડલા ફટાકડાનાં કચરાને પણ એકઠો કરીને સફાઈ કરતા જોવા મળ્યા હતા અને હર્ષોલ્લાસથી પર્વની ઉજવણી કરે છે. આ ઉપરાંત ફટાકડાના ધૂમ- ધડાકા સાથે લોકો એકબીજાને દિવાળી (Diwali) ની શુભેચ્છા આપીને જીવનમાં નવા રંગો ઉમેરાય તેવી લાગણી સાથે પ્રાર્થના કરે છે અને આ શુભ દિવસની શરૂઆત કરે છે.
આ એક અલગ જ પ્રકારની ધાર્મિક ભાવના: ડો. તન્વી તિલોકાણી
ડો. તન્વી તિલોકાણીએ જણાવ્યું હતું કે, ભુજની પ્રથા છે કે દર વર્ષે દિવાળી (Diwali) ની સવારે લોકો ભેગા થઈને ફટાકડાં ફોડે છે અને ખૂબ જ મજા આવે છે. આ એક અલગ જ પ્રકારની ધાર્મિક ભાવના છે અને અહીં ફટાકડાં (Fireworks) ફોડવાની બહુ મજા આવે છે.
આ વર્ષે લોકોને ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ: કપિલ ઠક્કર
કપિલ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લાં 2 વર્ષોથી અહીં હમીરસર (Hamirsar Lake) ના કાંઠે કોરોનાને કારણે ઉજવણી નતી થતી પરંતુ હવે જ્યારે કેસ ઓછા થઈ ગયા છે, ત્યારે આજે ફરીથી ફટાકડાં (Fireworks) ફોડીને ઉજવણી કરવામાં આવી છે. 2- 3 વર્ષ બાદ આ વર્ષે ખૂબ સારી દિવાળી (Diwali) છે અને તમામ લોકોને આની ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ છે.