ETV Bharat / state

ભુજની યુવતીએ 47 દેશો અને 2,400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું - chocolate statue

લોકડાઉનના સમયગાળા દરમિયાન 47 દેશના કુલ 2,400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમા ભુજના રહેવાસી હરસીદ્ધીબા જયદીપસિહ રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. હરસીદ્ધીબાએ ફક્ત 7 દીવસમાં જ દેશના વડાપ્રાધાન નરેન્દ્ર મોદીનું ચોકલેટમાંથી ખુબ જ સુંદર સ્ટેચ્યૂ તૈયાર કર્યુ હતું.

7 દિવસની અંદર નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ બનાવ્યું

author img

By

Published : Mar 23, 2021, 8:34 PM IST

  • 47 દેશના કુલ 2,400 પ્રતિસ્પર્ધીઓમાંથી ભુજની ક્ષત્રિય સમાજની દીકરીએ મેળવ્યું પ્રથમ સ્થાન
  • ઇનામ સ્વરૂપે ફ્લોરીડા સ્થીત ચોકલેટ આર્ટીસ્ટના ફ્રી સેશન હતા
  • 7 દિવસની અંદર નરેન્દ્ર મોદીનું ચોકલેટનું સ્ટેચ્યુ બનાવ્યું
  • કોરનાકાળના લોકડાઉન દરમિયાન અનોખી પ્રવૃત્તિ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યૂં

કચ્છઃ કોરનાકાળના લોકડાઉન દરમિયાન ઓનલાઇન સ્પર્ધાથી લઇ શિક્ષણ સહિતના અનેક વિષયોમાં અનેક લોકોએ કંઇક નવુ શિખવાની સિદ્ધીઓ મેળવી છે ત્યારે આવીજ એક કળામા નિપુણતા મેળવી ભુજની યુવતીએ કચ્છનુ ગૌરવ વધાર્યુ છે. સ્પર્ધામાં કલે વર્કથી યુવતીએ ગણપતિ બાપાની મૂર્તિ બનાવી હતી. ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતીકૃતિ તૈયાર કરી સૌનુ ધ્યાન ખેંચ્યૂં હતું.

હરસીદ્ધીબાએ પોતાની 5 વર્ષીય દીકરીની આબેહુબ પ્રતીક્રુતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટીસ્ટોને પણ આશ્ચર્યમાં મૂક્યા

આ પણ વાંચોઃ રોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો આ રહી ઇમ્યૂનિટી બૂસ્ટર ચોકલેટ... જાણી લો કેવી રીતે બને છે

ક્લે વર્કની ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પ્રથમ સ્થાન

ચોકલેટ આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત એવા ફ્લોરીડા સ્થીત પોલ જોઅકીમ અને મુંબઈ સ્થીત રિતુ રાઠોડ દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન 47 દેશના કુલ 2,400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધા રાખવામા આવી હતી. જેમા ભુજના રહેવાસી હરસીદ્ધીબા જયદીપસિહ રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. હરસીદ્ધીબાએ સ્પર્ધામાં પોતે બનાવેલુ ક્લે વર્કની ભગવાન શ્રીગણેશની મૂર્તિ રજૂ કરી હતી.

ભુજની યુવતીએ 47 દેશો અને 2,400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

ઇનામ સ્વરૂપે ફ્લોરીડા સ્થીત ચોકલેટ આર્ટીસ્ટના ફ્રી સેશન

2,400 પ્રતીસ્પર્ધીઓ વચ્ચે કચ્છની દીકરીની પ્રથમ પસંદગી થઈ છે. આ સ્પર્ધાના ઇનામ સ્વરૂપે ફ્લોરીડા સ્થીત ચોકલેટ આર્ટીસ્ટના ફ્રી સેશન હતા. ઉલ્લેખનીય છે કે પોલ જોઅકીમ એક સેશનના 2 લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે. આ સેશનમાં પોલ દ્વારા ચોકલેટનો ઉપયોગ કરી કઇ રીતે મૂર્તિ બનાવવી તે શિખડાવવામાં આવ્યુ હતું તથા હરસીદ્ધીબાએ પોતાની 5 વર્ષીય દીકરીની આબેહુબ પ્રતીક્રુતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટીસ્ટોને પણ આશ્ચર્યમાં મૂક્યા હતા. પોલ જોઅકીમ ખુદ આશ્ચર્યમાં આવી ગયો કેમ કે ફક્ત ઓનલાઇન ક્લાસિસ પરથી ખુબ જ સરસ પ્રતિક્રુતી બનાવી હતી. આ મુકામ હાંસીલ કરવા બદલ ફ્લોરીડાના પોલ જોઅકીમ તરફથી તથા મુંબઈ સ્થીત ચોકલેટના ગણેશ બનાવવા માટે પ્રખ્યાત રીતુ રાઠોડ દ્વારા પ્રમાણપત્ર આપવામા આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ચોકલેટ મેકરે ચોકલેટમાંથી બનાવ્યો 11 કિલોનો ઇમ્યુનિટી બુસ્ટર મોદક

7 દિવસની અંદર નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ બનાવ્યું

હરસીદ્ધીબાએ ફક્ત 7 દીવસમાં જ દેશના વડાપ્રાધાન નરેન્દ્ર મોદીનું ચોકલેટમાંથી ખુબ જ સુંદર સ્ટેચ્યૂ તૈયાર કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.