- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન કોરોનાની પરિસ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજી
- કચ્છમાં વધતા જતા કેસ અંગે બેઠક યોજાઈ
- કલેક્ટર, DIG, SP, Dysp, સાંસદ અને ધારાસભ્યો રહ્યા હાજર
કચ્છ : કોરોનાની સ્થિતિ વિકરાળ સ્વરૂપ લઇ રહી છે, ત્યારે રોજ વધતા કેસ અને દર્દીઓથી ઉભરાટી હોસ્પિટલની હાલત જોઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ કથળી રહી છે, ત્યારે હાલ ભુજ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે.
આ પણ વાંચો - ભુજમાં રાજયપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ
વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવશે
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે કચ્છની પરિસ્થિતિ પણ કથળી રહી છે. હાલ રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. જેમની સાથે કલેક્ટર, DIG, SP, Dysp, સાંસદ, ધારાસભ્ય તથા અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - ભુજ અને ગાંધીધામ શહેરમાં સાંજના 8 કલાક બાદ નાઈટ કરફ્યૂ