કચ્છ : ભુજ, અંજાર, ગાંધીધામ કેન્દ્રોની મુલાકાત જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ અને કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ, જિલ્લા આચાર્ય સંઘ, જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘ, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘના હોદેદારોએ લીધી હતી. આ તમામ કેન્દ્ર પર સરકાર અને બોર્ડની ગાઈડ લાઇન્સ પ્રમાણે તમામ શિક્ષકો હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઈઝર અને માસ્કના ઉપયોગ સાથે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી કોઇપણ જાતની મુશ્કેલી વગેરે મધ્યસ્થ મુલ્યાંકનની કામગીરીમાં જોડાયા છે.
ધોરણ 10 અને 12ના મધ્યસ્થ કેન્દ્રમાં ઉત્તરવહીઓ ચકાસણી માટે જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ અને શિક્ષણ કચેરીના ઈ.આઇ., એ.ઇ.આઇ., તથા એસ.વી.એસ.કન્વીનર દ્વારા વધુને વધુ શિક્ષકો આ કાર્યમાં જોડાઇ શકે તે માટે લોકડાઉનની પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે આવનાર શિક્ષકોને પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
દરેક વિષયની ઉત્તરવહીની વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા કરવામાં આવી હોવાથી આ શિક્ષકોને તેમના રહેઠાણની નજીકના સ્થળે જ ઉત્તરવહીઓ ચકાસણીનું કામ કરે છે. જેથી વધુને વધુ શિક્ષકો તેમાં જોડાઇ રહયા છે.