કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો (Kutch drugs case) મળી આવવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ (kutch bsf seized charas) મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ બીએસએફના જવાનોની ટીમને પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: અલકાયદાએ આપી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર (Indo pak border drugs) પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે, ત્યારે હવે કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફના જવાનોને સવારે 10:30 કલાકે પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા (10 packets of charas at kutch) હતા.
આ પણ વાંચો: PSI Exam 2022: હાઇકોર્ટેના નિર્ણય બાદ યોજાઈ પરીક્ષા, 3 ગણા ઉમેદવારો મેદાનમાં
જપ્ત કરાયેલા પેકેટના પેકેજિંગ પર ‘કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા’ (Charas in rice packets) લખેલું હતું. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.