સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ બીએસએફના (Bhuj BSF )જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકના લુણા બેટમાંથી (Luna Bet of jakhau in kutch) ચરસના 3 આખા પેકેટ તથા 1 ખાલી પેકેટ મળી આવતા ( Charas found near Luna Bet ) જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કચ્છમાં તણાઈ આવેલા ચરસનો જથ્થો વેચવા જતા પગડિયા માછીમાર સહિત 3 ઝડપાયા
દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવ્યા -કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારોની ઘૂસણખોરી (Infiltration of Pakistani boats and fishermen) પણ ઝડપાઇ છે. ત્યારે હવે કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફના (Bhuj BSF )જવાનોને સવારે પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસુ હાલતમાં ચરસના 3 આખા પેકેટ મળી આવ્યા છે તો એક ખાલી પેકેટ ( Charas found near Luna Bet )મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી રૂ.1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત કર્યાં
જુદી જુદી એજન્સીઓએ 1500 થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા - જપ્ત કરાયેલા પેકેટના ( Charas found near Luna Bet )પેકેજિંગ પર "અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કાફે, વેલ્વેટ" લખેલું(Packets of charas were found near Luna Bat of jakhau in kutch) છે. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF (Bhuj BSF )અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.