ETV Bharat / state

ગાંધીધામની એક કંપનીએ યુનિયન બેન્ક સાથે 134.43 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા CBIએ કેસ દાખલ કર્યો - ગેરરીતિપૂર્વક ફાયદો લેવાનો પ્રયાસ

કચ્છમાં ગાંધીધામની એક ખાનગી કંપનીએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને 134.43 કરોડની ખોટ જાય તેવી ગતિવિધિ કરતા બેન્કે કરેલી ફરિયાદના આધારે CBIએ કંપનીના ડિરેક્ટર્સ અને અન્ય કેટલાક અજાણ્યા જાહેર ક્ષેત્રના કર્મચારીઓ વિરોધ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામની એક કંપનીએ યુનિયન બેન્ક સાથે 134.43 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા CBIએ કેસ દાખલ કર્યો

author img

By

Published : Jun 12, 2021, 10:30 AM IST

  • ગાંધીધામની એક કંપનીએ યુનિયન બેન્ક સાથે કર્યું કૌભાંડ
  • કંપનીએ યુનિયન બેન્ક સાથે 134.43 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી
  • CBIએ કંપનીના ડિરેક્ટર્સના 6 જેટલી જગ્યાએ દરોડા પાડી દસ્તાવેજો કબજે કર્યા

કચ્છઃ ગાંધીધામની એક કંપનીએ યુનિયન બેન્કના ભંડોળનો ખોટો ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે. CBIના જણાવ્યાનુસાર, યુનિયન બેન્કના ભંડોળનો ગાંધીધામ સ્થિત કંપની મેસર્સ એસોસિએટ હાઈ પ્રેશર ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડ (M/s Associate High Pressure Technologies Pvt. Ltd.) તથા તેમના ડિરેક્ટર્સ, ગેરેન્ટર્સ દ્વારા ખોટી રીતે ઉપયોગ કરીને ગેરરીતિપૂર્વક ફાયદો લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ

યુનિયન બેન્કને ઠગવાનો પ્રયાસ કરાયો

ગાંધીધામની આ ખાનગી કંપનીએ યુનિયન બેન્કનું ભંડોળ અન્ય બેન્કિંગ ચેનલના માધ્યમથી અન્યત્ર વાળવામાં આવ્યું હતું અને બેન્કને ઠગવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના ધિરાણ અંગેના નીતિ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતા, જેના પગલે બેન્કને 134.43 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

આ પણ વાંચો-રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી

CBIએ 6 જગ્યાએ દરોડા પાડી દસ્તાવેજો જપ્ત કર્યા

યુનિયન બેન્કની આ ફરિયાદના આધારે, આજે CBIએ મુંબઈમાં કંપની તથા ડિરેક્ટર્સના કુલ 6 જગ્યાએ દરોડા પાડી કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા. CBIએ નોંધાયેલા આ કેસમાં કંપનીના ડિરેક્ટર રામચંદ ઈસરાણી, મોહમ્મદ સુલેમાન દરવેશ, શ્રીચંદ સંતરામદાસ અગીચા, ઈબ્રાહિમ સુલેમાન દરવેશ, મનોહરલાલ અગીચા, સતીસ અગીચા તથા અન્ય કેટલાક કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.