ઊંટડીના દુધનું માર્કેટિંગ શરૂ કરાયા બાદ પ્રથમ વખત આ પ્રકારનો સ્ટોલ કાર્યરત કરાયો છે. સરહદ ડેરીની કર્મચારીઓની મંડળી મારફત સંચાલિત સ્ટોલનું નામ 3-સી કાફે રાખવામાં આવ્યું છે. તેના મેન્યુમાં તમામ પ્રકારના બેવરેજીસ સરદહ ડેરી દ્વારા તૈયાર કરેલા ઊંટડીના દૂધમાંથી કેમલ મિલ્ક, ચોકોલેટ, સુગર ફ્રી ચોકલેટ, સુગર ફ્રી આઈક્રિમમાંથી જુદા જુદા પ્રકારના મિલ્ક શેક, ખીર, ચાય, કોફી, ખારેકનો શેક, સુગર' ફ્રી શેક તેમજ અમૂલની અન્ય પણ તમામ વાનગીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઊંટડીના દૂધથી સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓની જાગૃતિ લોકોમાં આવે તેથી જ સ્ટોલનો સંચાલન કરવામાં આવ્યો છે. ત્યારે વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, આ વખતે 10 ટકા સુધી કેશલેસ પેમેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, કચ્છી અને ખારાઈ ઊંટડીના દુધને રાષ્ટ્રીય માન્યતા બાદ ફુડ સેફટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઊંટડીના દુધને પ્રમાણિત કર્યું છે. જેનું અમુલના સહકારની સરહદ ડેરી માર્કેટિંગ કરી રહ્યું છે. દુબઈ ખાતે સેમિનારમાં ભાગ લિધા બાદ હવે કચ્છ રણોત્સવમાં તેનો સ્ટોલ રાખવામાં આવ્યો છે.