- પશુપાલકો શુદ્ધ સંવર્ધન તરફ વળે તે માટે ખાસ વાછરડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી
- ( Calf Assistance Scheme ) વાછરડીનો જન્મ થાય તો પશુપાલકને 3000 રુપિયાની સહાય
- કચ્છ જિલ્લામાં 130 જેટલા પશુપાલકોને વાછરડી સહાય યોજનાનો લાભ મળશે
કચ્છઃ જિલ્લામાં મોટી સંખ્યામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય (Animal Husbandry) કરી રહ્યા છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ પશુધન આવેલું છે. વાછરડી સહાય યોજના ( Calf Assistance Scheme ) અંતર્ગત જો પશુપાલક પાસે દેશી ઓલાદની ગાય હોય અને તેમાં પણ શુદ્ધ બીજદાન કરવામાં આવે જેનાથી શુદ્ધ સંવર્ધન દ્વારા વાછરડીનો જન્મ થાય તો એ વાછરડી માટે 3000 રુપિયાની સહાય પશુપાલકને આપવામાં આવે છે.
Calf Assistance Scheme યોજનાનો લાભ લેવા કૃત્રિમ બીજદાન કરાવવું અનિવાર્ય
પશુપાલકો ખાસ કરીને શુદ્ધ સંવર્ધન તરફ વળે તે માટે ખાસ આ યોજના ( Calf Assistance Scheme ) અમલમાં મુકવામાં આવી છે. વાછરડી સહાય યોજના માટેની શરત એ છે કે પશુપાલક પાસે જે ગાય છે તે દેશી ગાય હોવી જોઈએ. આમ તો કચ્છમાં દરેક જગ્યાએ કાંકરેજ ગાયો તો છે જ એટલે કે દેશી ગાયો છે જ માટે પશુપાલકોને તેમાં કૃત્રિમ બીજદાન કરાવવાનું થાય અને આ કૃત્રિમ બીજદાન માટે કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત, DMFની યોજના અને ઘનિષ્ઠ પશુસુધારણા યોજનામાં કેન્દ્રો ચાલુ છે.
શુદ્ધ સંવર્ધન બાદ વાછરડી જન્મે તો પશુપાલક Calf Assistance Scheme માટે હકદાર
બીજદાન કરતી વખતે શુદ્ધ સંવર્ધન થાય તે જરૂરી છે જેમાં કાંકરેજ ગાયનું જ બીજ મૂકવાનું હોય છે અને આ પ્રક્રિયા કર્યા પછી જ્યારે વાછરડી જન્મે છે ત્યારે પશુપાલકો આ વાછરડી સહાય યોજનામાં ( Calf Assistance Scheme ) અરજી કરવા માટે હકદાર બને છે.
આ પણ વાંચોઃ Ear tag: પશુઓના આધારકાર્ડ દ્વારા પશુઓની વિગતો મેળવી શકાશે