- લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠતા ફૂલોની ડિમાન્ડ વધી
- લોકોમાં વિદેશી ફૂલોની માંગ વધારે
- કોરોનાકાળમાં ફૂલોની ખેતી ઘટી જતાં ભાવમાં વધારો
કચ્છ: લગ્નની સીઝન વખતે પૂજા વિધિ માટે, સુશોભન માટે, હારમાળા માટે, ગાડી સુશોભન માટે તથા મંડપ ડેકોરેશન ((flower decoration) માટે વગેરે જગ્યાએ ફૂલો અને આર્ટિફિશિયલ ફૂલોની માંગ વધારે (Demand for flowers) રહેતી હોય છે. આ વખતે કોરોનાકાળના બે વર્ષના સમયગાળા બાદ લગ્નની સીઝન સારી એવી જશે (wedding season) તેવી આશા ફૂલોના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ વ્યક્ત કરી હતી.
Bouquet માટે નવા નવા ફૂલોની માંગ
આ વર્ષે લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં લોકોમાં વિદેશી ફૂલોની માંગ વધી છે. કચ્છ ભુજમાં મોટે ભાગે વિદેશી ફૂલો (kutch flower market) જેવા કે orchid, Tulip, Primrose, anthurium, lily, carnation, gypsophila, lilac ,iris વગેરે ફૂલોની માંગ વધારે છે અને હાલ ટ્રેડિંગમાં પણ છે. ખાસ કરીને Bouquet માટે પણ આ ફૂલોની માંગ વધારે રહેતી હોય છે ઉપરાંત જુદાં જુદાં રંગના ગુલાબો માટે પણ લોકો વધારે પૂછતાં હોય છે.
આ પણ વાંચો: રાજકોટ મેયરનો આદેશ, વેક્સિનનાં બંને ડોઝ ન લેનારા કર્મચારીઓને પગાર નહીં મળે
અમુક ફૂલોમાં 30 ટકા જેટલો ભાવ વધારો
આ ઉપરાંત કોરોના કાળમાં અનેક લોકોએ ફૂલોની ખેતી કાઢી નાખતા આ વર્ષે અમુક ફૂલોના ભાવમાં પણ 30 ટકા જેટલો વહરો આવ્યો છે ખાસ કરીને અમુક ફૂલો મુંબઈથી મંગાવવામાં આવે છે તેથી કરીને ભાડું, મુજુરોની મજૂરી અને તમામ ખર્ચાઓમાં પણ વધારો આવ્યો છે તેવું ફૂલ વેંચતા વેપારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત હાલમાં બ્યુટી પાર્લરો દ્વારા પણ અમુક ફૂલો માટેના ઓર્ડર પણ મળી રહ્યા છે જેમાં હેર સ્ટાઈલ માટે વપરાતું gypsophila તથા ગુલાબની પાંખડીઓના ભાવમાં વધારો આવ્યો છે. આ વર્ષે હારમાળામાં કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી.
400 હારમાળાની પેટર્ન, 125 જેટલી કાર ડેકોરેશનની વેરાયટીઓ ઉપલબ્ધ: વેપારી
ભુજમાં છેલ્લાં 18 વર્ષોથી ફૂલ અને ડેકોરેશનના વેપાર સાથે સંકળાયેલા મયુર ફ્લાવર્સના હેમેન શાહે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે બે વર્ષ બાદ આ લગ્નની સીઝન નીકળી છે ત્યારે ઘણા બધા ઓર્ડર આવી રહ્યા છે અને અમુક તારીખોમાં ઘણા બધા લગ્નો છે ત્યારે ચોરી ડેકોરેશન, ફ્રેશ ફ્લાવર્સના, આર્ટિફિશિયલ ફ્લાવર્સના ઘણા બધા ઓર્ડર મળી રહ્યા છે. સમગ્ર કચ્છમાં અમારી પાસે સૌથી વધુ 400 જેટલી પેટર્નની હારમાળા છે તથા કાર ડેકોરેશન માટે પણ 125 જેટલી પેટર્ન છે. કોરોનાકાળ બાદ આ વર્ષે સીઝન ખૂબ સારી જશે.
આ પણ વાંચો: સાસણ નજીક સફારી પાર્કમાં સિંહણનો ફોટો થયો વાયરલ: જાણો કારણ
લગ્નની સિઝનમાં 200 જેટલા લોકોને રોજગારી મળે છે: વેપારી
ભુજના ફૂલો વહેંચતા વેપારી જાવેદ ભટ્ટીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સીઝનમાં ઘણી બધી inquiry આવી રહી છે પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં ઓર્ડર ફાઇનલ થાય છે. અમુક મુખ્ય ફૂલો જેવા કે ગુલાબ છે, ગુલાબની પાંખડીઓ છે, gypsophila છે તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. અમારા દ્વારા કોઈ ભાવવધારો કરવામાં નથી આવ્યો ઉપરથી જે માલ આવે છે તેમાં જ ભાવવધારો હોય છે. આ લગ્નની સીઝન વખતે અહીઁના 15 થી 20 વેપારીઓને ઉપરાંત ઓર્ડર પ્રમાણે બીજા કામ કરવા આવતાં કુલ 200 જેટલા કારીગરોને રોજગારી મળે છે.