ETV Bharat / state

ગોળાકાર શીંગડાવાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ - હોડકો ખાતે પશુ મેળો

કચ્છના બન્ની વિસ્તારમાં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું (Banni cattle fairs) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી, પશુ દોહન જેવી હરીફાઈનું પ્રદર્શન (buffalo competition in Banni) રાખવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને ઇનામો આપવામાં આવશે. (buffalo competition in Banni cattle fairs)

ડબલ કુંડળી જેવા ગોળાકાર શીંગડા વાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ

author img

By

Published : Dec 17, 2022, 6:35 PM IST

Updated : Dec 17, 2022, 9:45 PM IST

બન્ની પશુ મેળામાં ભેંસોની દૂધ દોહન, તંદુરસ્તીની હરીફાઈએ જમાવ્યું આકર્ષણ

કચ્છ : જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 14માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું (14th Banni Cattle Fair Organized) આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસ, પાડા, ગાય, આખલા વગેરે પશુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. (Banni cattle fairs)

પશુઓની લે વેચની બજાર ઉભી કરાઈ છે સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તેમજ પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશ સ્તરે વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે વેચની બજાર ઉભી કરાઈ છે. (buffalo competition in Banni)

જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી આ મેળાના ઉદ્ઘાટન બાદ સૌપ્રથમ પશુ વેચાણ કરવામાં આવ્યું હતું. હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુ મેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધ દોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તી, માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરીફાઈના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે. (Banni Cattle Show)

આ પણ વાંચો બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો

ભેંસ દરરોજ 16 લીટર દૂધ આપે છે : પશુપાલન પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે, ભેંસ દૂધ દોહન હરીફાઈ માટે મુકેલી છે, ભેંસ દરરોજ 16 લીટર દૂધ આપે છે ઘણા વર્ષોથી આ ભેંસ અમારા પાસે છે. બન્ની નસલની આ ભેંસ છે અને ગાભની થયા પછી 8થી 9 મહિના દૂધ આપે છે અને આ ભેંસની કિંમત અંદાજે 2થી 2.6 લાખ રૂપિયાની હોય છે. (buffalo competition in Banni cattle fairs)

આ પણ વાંચો કચ્છમાં કુદરતના સફાઈ કામદાર એવા ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

મહેસાણાથી ખરીદી કરવા આવ્યા પશુપાલકો મહેસાણાથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની ખરીદી કરવા આવેલા મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહેસાણામાં પોતાની 60 જેટલી ભેંસો છે અને અગાઉ પણ કચ્છની બન્ની નસ્લની ભેંસોની ખરીદી ચૂક્યા છે અને ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોતા 15 લીટર સુધી દૂધ ભેંસો આપે છે. અહીંની ભેંસો દેખાવમાં પણ સારી હોય છે તો તંદુરસ્ત પણ હોય છે બધી રીતે સારી રીતે હોય છે. (Banni cattle fairs in Kutch 2022)

Last Updated : Dec 17, 2022, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.