કચ્છ: BSFના સત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ, 16 ઓગસ્ટ, રવિવારે કચ્છની દરિયાઇ સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટુકડીએ ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ નાકામ બનાવ્યો હતો.
BSFની ટીમની અસરકારક કામગીરીને પગલે ચાર બોટમાં ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનારા શખ્સો નાસી છૂટયા હતા. આ વચ્ચે બીએસએફની ટીમે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય પાકિસ્તાની ઘૂસણખોરો નાસી છૂટયા હતા.
હાલ, ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત બીએસએફના IG જી.એસ.મલિક પણ આ વિસ્તારની મુલાકાતે હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પશ્ચિમ કચ્છના SP પણ નારાયણ સરોવર અને કોટેશ્વર વિસ્તારની મુલાકાતે છે. હાલ બીએસએફ દ્વારા પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોર અને ચાર બોટ કાંઠે લઇ, કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ ઘુસણખોર ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અધિકારીઓ આ મામલે તમામ વિગતો સ્પષ્ટ કરશે, તેમ જણાવી રહ્યા છે.