- BSFને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ચરસ મળ્યું
- કચ્છના શેખરણપીર વિસ્તારમાંથી ચરસના 20 પેકેટ મળ્યા
- જુલાઈ માસમાં કચ્છમાંથી 104 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યા
કચ્છ : જિલ્લામાં ઘણા સમયથી બિનવારસુ કેફી દ્રવ્યો મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે, ત્યારે અબડાસા અને લખપત દરિયાઇ વિસ્તારમાં તથા થોડા દિવસો અગાઉ માંડવીના દરિયા કિનારા પરથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા બાદ, ફરી આજે ગુરૂવારે BSFને પેટ્રોલિંગ દરમિયાન કચ્છના શેખરણપીર વિસ્તારમાંથી બિનવારસી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: કચ્છમાં ધ્રબુડીના દરિયા કિનારે 57.50 લાખની કિંમતના ચરસના વધુ 4 પેકેટ મળી આવ્યા
તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
મળતી પ્રાથમિક માહિતી, મુજબ BSFના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ક્રીક વિસ્તારમાં આવેલા શેખરણપીર ટાપુ ખાતેથી બિનવારસુ ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. આ અંગે સુરક્ષા એજન્સીઓએ પણ વધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જખૌના સમુદ્રી વિસ્તારમાંથી ભારતીય કોસ્ટ ગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન ચરસ(Hashish)ના 19 પેકેટ કબ્જે કર્યા
જુલાઈ માસમાં કચ્છમાંથી 104 કેફી દ્રવ્યોના પેકેટ
ઉલેખનીય છે કે, કચ્છમાં છેલ્લાં ઘણાં સમયથી કેફી દ્રવ્યોના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે માત્ર જુલાઈ મહિનામાં જ કચ્છ જિલ્લામાં 104 જેટલાં કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા છે.અવારનવાર કચ્છ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે, ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ તથા પોલીસની ટીમો સતર્ક બની છે તથા આજે ગુરૂવારે મળેલા ચરસના 20 પેકેટની વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.