કચ્છઃ IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે આ મેચ યોજાઈ હતી. જે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતીમાં સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહ ધોની સામે વિવિધ કોમેન્ટ્સ થઈ રહી છે. આ વચ્ચે કોઈએ ધોનીની પુત્રી પર દુસ્કર્મ કરવાની ધમકી આપી હતી. જે બાદ રાંચી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
રાંચી પોલીસની તપાસમાં આ કોમેન્ટ કરનારા ઇસમ કચ્છનો હોવાના ઈનપુટ મળ્યા હતા. જેને પગલે રાંચી પોલીસે કચ્છ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ કચ્છ પોલીસે મુંદ્રાના એક સગીરની અટકાયત કરીને તેની પૂછપરછ આદરી હતી.
ભૂજ SP સૌરભ સિંઘે ETV BHARATને જણાવ્યુ કે, રાંચી પોલીસના ઈનપુટ બાદ આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સગીર વયના વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી, વિદ્યાર્થીએ આ કોમેન્ટ પોતે જ કરી છે. તે બાબત સ્પષ્ટ થઈ જતા રાંચી પોલીસને જાણકારી આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ સગીરને તેના ઘરે પરિવારજનોને જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાંચી પોલીસની ટીમ કચ્છ આવશે. જે બાદ આ સગીર સામે જુવેનાઈલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ધોનીની 5 વર્ષની પુત્રી જીવાને મળી દુષ્કર્મની ધમકી... જાણો શું છે સમગ્ર મામલો
IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી. ધોનીની પત્ની સાક્ષીને તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ધમકી મળી હતી.