ETV Bharat / state

Bore Well Recharging in Kutch : બંધ પડેલા બોર પાછા જીવિત કરે છે આ સંસ્થા, ખેડૂતોને ઓછા ખર્ચે થાય છે ફાયદો - ગુજરાતમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન

સરહદી જિલ્લા કચ્છમાં પાણી અને જમીનમાં ખારાશ વધારે જોવા મળે છે. ઉપરાંત અનેક બોરવેલ છે તે બંધ પડયા છે.ત્યારે ભુજની એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી એનજીઓ (Arid Communities and Technology NGO) દ્વારા બંધ પડેલા બોરવેલ રિચાર્જ (Bore Well Recharging in Kutch ) કરવામાં આવે છે.

Bore Well Recharging in Kutch : બંધ પડેલા બોર પાછા જીવિત કરે છે આ સંસ્થા, ખેડૂતોને ઓછા ખર્ચે થાય છે ફાયદો

author img

By

Published : Jun 8, 2022, 4:22 PM IST

કચ્છ: કચ્છમાં અનેક બોરવેલ છે તે બંધ પડયા છે. ત્યારે ભુજની એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી એનજીઓ (Arid Communities and Technology NGO)દ્વારા બંધ પડેલા બોરવેલ છે તેને રિચાર્જ (Bore Well Recharging in Kutch ) કરવામાં આવે છે તેમજ ડેમ બનાવવામાં આવે છે અને રિચાર્જ ઝોન બનાવવામાં આવે છે. જેથી વરસાદનું પાણી સીધું જમીનની અંદર ઉતરી જાય.એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી એનજીઓ સંસ્થા કે જે ગુજરાતમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા આજ સુધી કચ્છ જિલ્લામાં 230 સ્થળે તેમજ ભારતના 22 રાજ્યોમાં ભૂગર્ભજળ ( Groundwater management in Gujarat ) માટે કામ કરવામાં આવ્યું છે.આ સંસ્થા દ્વારા સમાજને ભૂગર્ભજળ સામે જવાબદાર બનાવવામાં આવે છે.ભૂગર્ભજળ જેટલું વધારે ટકશે તેટલું આપણે આપણી આજીવિકાને ટકાવી શકીશું.ગામના લોકો, ખેડૂતો અને સંસ્થાઓના સહયોગથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વિસ્તાર કે ક્ષેત્ર પાણીના સંદર્ભમાં સ્વનિર્ભર બની શકે છે તે વિસ્તાર પર પૂરતું ધ્યાન

સંસ્થા દ્વારા ભૂગર્ભજળના સંદર્ભમાં આવી કેન્દ્ર સંકલિત આયોજન - દરિયાનું પાણી અને સ્વચ્છ પાણી બંને ભેગા થઈ જતાં જમીન અને પાણીની ખારાશ વધી જાય છે ખાસ કરીને કચ્છમાં ખારાશ વધારે છે ત્યારે આ સંસ્થા દ્વારા ભૂગર્ભજળના સંદર્ભમાં આવી કેન્દ્ર સંકલિત આયોજન બનાવવા માટે ગામના લોકોને સમજાવીને અને એક મોડેલ બનાવીને અન્ય મોડેલ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ભૂગર્ભજળ જેટલું વધારે ટકશે તેટલું આપણે આપણી આજીવિકાને ટકાવી શકીશું -એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી સંસ્થાના (Arid Communities and Technology NGO)ડાયરેકટર ડો. યોગેશ જાડેજાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ભૂગર્ભજળના ( Groundwater management in Gujarat ) સંદર્ભમાં કેન્દ્ર સંકલિત આયોજન બનાવવા માટે 3 તબક્કાની જરૂરિયાત છે. જેમાં પ્રથમ તબક્કામાં ગામ સ્તરીય ભૂગર્ભજળ વ્યવસ્થાપન સંસ્થાનો મુખ્ય કાર્યક્ષેત્ર ભૂગર્ભજળ રિચાર્જ અને ડિસ્ચાર્જ વિસ્તાર છે.કયા વિસ્તારમાં રિચાર્જ કરવું જોઈએ, કઈ પદ્ધતિથી રિચાર્જ (Bore Well Recharging in Kutch ) કરવું જોઈએ, અને કયા વિસ્તારમાંથી પાણી મળી શકે છે તે અંગેની કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.ઉપરાંત જે વિસ્તાર કે ક્ષેત્ર પાણીના સંદર્ભમાં સ્વનિર્ભર બની શકે છે તે વિસ્તાર પર પૂરતું ધ્યાન આપી કામ કરવામાં આવે છે.

એક વખત વરસાદ થાય એટલે અંદાજિત 20,000 ક્યુબિક મીટર પાણી એકઠું થાય -આ પ્રક્રિયામાં પડતરને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે જેથી કરીને ખેડૂતોને પણ કોઈ આર્થિક બોજ ન આવે.આ રિચાર્જ બોરવેલ (Bore Well Recharging in Kutch ) બનાવવા માટે 10થી15 હજાર જેટલો ખર્ચ થતો હોય છે.આ બોરવેલમાં એક વખત વરસાદ થાય એટલે અંદાજિત 20,000 ક્યુબિક મીટર પાણી એકઠું થાય છે.જો 3 વખત વરસાદ પડે તો 60,000 કયુબિક મીટર પાણી એકઠું થઇ શકે છે અને 10થી 15 ફૂટ ઊંડાણવાળા બોરવેલમાં જમાં થઈ શકે છે.જે કોઈ પણ ચેકડેમ કરતા સરળ રીતે એકઠું થાય છે અને ઓછા ખર્ચે મળી રહે છે.

એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી એનજીઓ સંસ્થા કે જે ગુજરાતમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે કાર્ય કરે છે

આ પણ વાંચોઃ નાના ખેડૂતો માટે નેટ હાઉસ બનશે ઉપયોગી, જાણો તેમની ખાસિયત

ખેડૂતની સ્વભાગીદરી મહત્વનો ભાગ ભજવે છે -આ પ્રક્રિયામાં ખેડૂતની સ્વભાગીદરી મહત્વનો ભાગ ભજવે છે કારણ કે સૌથી વધારે ફાયદો ખેડૂતને જ થવાનો છે.ઉપરાંત વિવિધ સમાજો અને આગેવાન સંસ્થાઓ દ્વારા ફંડ એકત્રિત કરીને પણ રિચાર્જ બોરવેલ તૈયાર કરવામાં આવે છે જેથી કરીને ગામ અને ગામના લોકોને પાણી મળી રહે.ખેડૂતો અને ગામના લોકો દ્વારા આ પ્રક્રિયામાં ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જુદાં જુદાં મેપ પણ બનાવવામાં આવે છે -ઉપરાંત બેઝ મેપ, લેન્ડ યુઝ મેપ, geomorphology મેપ, જીઓહાઇડ્રોલોજી મેપ, સરફેસ જીઓલોજી મેપ, વોટર શેડ મેપ, પ્લાનિંગ મેપને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે.બેઝ મેપમાં ગામને સમજવું topographic અને રેવન્યુ મેપની માહિતી અને એક જ મેપ ઉપર દર્શાવી,ગામ લોકો સાથે રહીને ગામના અગત્યના સ્થળો નક્કી કરવાનો સમાવેશ થાય છે.પાયાનો નકશો બનાવવામાં બેઝ મેપ નામ પ્રમાણે પાયાનો નકશો છે જે રેવન્યુ મેપ તથા ટોપોશીટના આધારે બનાવવામાં આવે છે. આ નકશો વારંવાર સંદર્ભ તરીકે ઉપયોગમાં આવતી માહિતીને લઇને બનાવવામાં આવે છે. વાર્તાલાપના સરળ માધ્યમ તરીકે બેઝમેપ એક ખૂબ જ અગત્યનો નકશો છે.

જમીનના ઉપયોગની માહિતી મેળવી જમીનનું વર્ગીકરણ - લેન્ડ યુઝ મેપમા ગામની જમીનના વિવિધ ઉપયોગ સમજવા અને તેના ક્ષેત્રફળની ગણતરી કરવી જેથી કરીને ખાસ કરીને ખેડૂતોને ફાયદો થાય તેમજ ગામના તમામ લોકોને પીવા માટે મળી રહે.આ નકશા માટે જમીનના ઉપયોગની માહિતી મેળવી જમીનનું વર્ગીકરણ કરવામાં આવે છે. જમીન વપરાશ દર્શાવતા નકશામાં ગામની જમીનની ઉપયોગીતાની જેવી કે પિયત જમીન, બીનપિયત જમીન, ગામતળ, ઔધોગિક વિસ્તાર, ગૌચર જમીન, પડતર જમીન વગેરે અંગેની માહિતી દર્શાવેલી હોય છે.

ભૂગર્ભ સ્ત્રોતનું સર્વેક્ષણ કરવું, વેલ ઈન્વેન્ટરી, પાણીની ગુણવત્તા અને પાણીના સ્તર અંગેની માહિતી પણ સમજવામાં આવે છે -geomorphology મેપમાં જળ સ્ત્રોતોના વિકાસ ( Groundwater management in Gujarat ) માટે પૃથ્વીની સપાટી અને ભૌગોલિક માળખાનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે. જીઓહાઇડ્રોલોજી મેપમાં સપાટીય સ્રોતો, ભૂગર્ભ સ્ત્રોતનું સર્વેક્ષણ કરવું, વેલ ઈન્વેન્ટરી, પાણીની ગુણવત્તા અને પાણીના સ્તર અંગેની માહિતી સમજવી, સરફેસ જીઓલોજી મેપમાં ખડકોને ઓળખવા ખાસ કરીને પાણી ધરાવતા ખડકોને ઓળખવા અને તેનું મેપિંગ કરવું.વોટરશેડ મેપમાં વોટરશેડને ઓળખવા, વરસાદના વહેતાં પાણીની ગણતરી કરવી.પ્લાનિંગ મેપમાં જમીન ઉપર અને નીચેના માળખાને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ખેતીમાં આગામી તબક્કો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હશે

જ્ઞાન અને કુશળતા મહત્વના પરિબળ - ગામ સ્તરીય ભૂગર્ભજળ વ્યવસ્થાપન સંસ્થા માટે બે પરિબળો મહત્વના છે માહિતી સાથે જ્ઞાન અને કુશળતા. ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે જે તે વિસ્તારની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે આ માહિતીનો અભ્યાસ કરીને જ તે વિસ્તાર માટે પીવાના, ઘરવપરાશના અને ઉદ્યોગો માટે પાણીની વ્યવસ્થા કરી શકાય છે. આ વ્યવસ્થા કરવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે.

તળાવોનું સમયાંતરે ખાણેત્રું કરવું જરૂરી - વરસાદી પાણીના વહેણ તળાવોને પાણી પુરૂં પાડે છે. વરસાદી પાણીના વહેણ પોતાની સાથે માટી ઢસડીને લાવી તળાવમાં ઠાલવે છે. આ પ્રક્રિયા વારંવાર થવાથી તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ કારણરાર તળાવોનું સમયાંતરે ખાણેત્રું કરવું જરૂરી બની જાય છે. તળાવોનું સમયાંતરે ખાણેત્રું કરી તેમાં ભરાયેલી માટી ઉપાડી લેવાથી તળાવોની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા જળવાઇ રહે છે તેમજ ભુગર્ભજળ (Groundwater management in Gujarat ) રીચાર્જ ક્ષમતા વધી જાય છે. આ માટીમાં ફળદ્રુપતાનું પ્રમાણ વધારે હોવાથી આ માટી ખેતીની જમીન માટે ઉપયોગી બની રહે છે.

ચોમાસા બાદ 6 થી 8 મહિના સુધી પાણી ઉપલબ્ધ રહેતું હોય તેવા તળાવોની પસંદગી -સામાન્ય રીતે જે તળાવોમાં હાલના સમયે ચોમાસા બાદ 6 થી 8 મહિના સુધી પાણી ઉપલબ્ધ રહેતું હોય તેવા તળાવોની પસંદગી કરવી જોઇએ.તળાવની પસંદગી કર્યા બાદ પહેલા તો એ તળાવના આવકક્ષેત્રની સમસ્યાઓ અને અડચણોને દૂર કરવાના કાર્યો કરવા જોઇએ.ખાણેત્રામાં તળાવની ઉંડાઇ ઓછામાં ઓછી 2 મીટર રાખવી જરૂરી છે જેથી બાષ્પીભવનથી ઉડી જતાં પાણીના જથ્થા બાદ પણ સમગ્ર વર્ષ દરમિયાન તળાવમાં પાણીનો જથ્થો (Groundwater management in Gujarat ) ઉપલબ્ધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.