કચ્છ: પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.
અભિનંદન પાઠવ્યા: સરહદી જિલ્લા કચ્છના મુખ્યમથક ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ નંબર 2 ની હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ
સુબેદાર સ્ટાફ ઓફિસર અનિલકુમાર છોટાલાલ ગાંધી,સુબેદાર કંપની કમાન્ડર દિલીપસિંહ જટુભા જાડેજા,હવાલદાર કવાટર માસ્ટર રતનભાઇ કાળાભાઇ ભદ્રુની તેમની પ્રશંસનીય કામગીરી બદલ તેમની રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.આ એવોર્ડ મળવા બદલ આ ત્રણે કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટ સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.
અનિલકુમાર છોટાલાલ ગાંધી: પસંદગી પામેલ અનિલકુમાર છોટાલાલ ગાંધી સુબેદાર સ્ટાફ ઓફિસર છે. બટાલિયન બોર્ડરવિંગ નંબર 2 ભુજ ખાતે વર્ષે 1989માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-2001માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળી હતી. વર્ષ-2021માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-2)માં બઢતી મળી હતી. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં તેઓ અત્રેની બટાલિયનમાં ઉપાડ અને વહેંચણી અધિકારીનો હવાલો સંભાળે છે. તદઉપરાંત નાગરિક સંરક્ષણની કચેરી ભુજમાં તાલીમ અધિકારી તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે.
દિલીપસિંહ જટુભા જાડેજા: પસંદગી પામેલ દિલીપસિંહ જટુભા જાડેજા સુબેદાર કંપની કમાન્ડર છે. બટાલિયન બોર્ડરવિંગ નંબર 2 ભુજ ખાતે વર્ષ 1990માં નાયક કલાર્કની જગ્યાએ ભરતી થઇ ત્યારબાદ ઉતરોતર બઢતી મળતાં 2001માં હવાલદાર કવાટર માસ્ટર, વર્ષ- 2010માં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર તથા વર્ષ-2022માં સુબેદાર કંપની કમાન્ડર (વગૅ-2)માં બઢતી મેળવેલ. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ સુરક્ષા /રાજય તથા રાજય બહાર ચુંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં તેઓ નં.1 બટાલિયન બોર્ડરવિંગ પાલનપુર (બી.કે) ખાતે ફરજ બજાવી રહ્યા છે.
રતનભાઇ કાળાભાઇ ભદ્રુ: પસંદગી પામેલ ત્રીજા કર્મચારી રતનભાઇ કાળાભાઇ ભદ્રુ હવાલદાર કવાટર માસ્ટર છે. બટાલિયન બોર્ડરવિંગ નંબર 2 ભુજ ખાતે વર્ષ 1989માં વર્ગ-4ની જગ્યાએ ભરતી થયા બાદ વર્ષ 2010માં નાયક કલાર્કની જગ્યાએ નિમણુંક આપવામાં આવેલ ત્યાર બાદ વર્ષ્ -2017માં હવાલદાર કવાટર માસ્ટરમાં બઢતી મેળવેલ. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થાની ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણી ફરજ/ જેલ ફરજ અને કચેરીની હિસાબી તેમજ વહિવટી નિભાવેલ છે. હાલમાં તેઓ નાયબ સુબેદાર કવાટર માસ્ટરનો વધારાનો હવાલો સંભાળે છે.