ભૂજઃ સીમા સુરક્ષા બળના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ ભૂજ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશની આ પોસ્ટ તૈનાત રહેલા જવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી. એ પછી બોર્ડર વિસ્તારની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સીમા સુરક્ષા દરમિયાન મહાનિર્દેશક રવી ગાંધીએ ગુજરાત ફ્રન્ટીયર વિસ્તારમાં ફૌજીઓને પડતી મુશ્કેલીઓ અને સીમા વિસ્તારમાં કામ કરવા માટે કેવા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે તે પ્રત્યક્ષ જાણી ને તેના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સુરક્ષાના મુદ્દે ચર્ચાઃ આ સાથે ગુજરાત ફ્રન્ટીયર ના સંક્રિયાત્મક અને પ્રશાસનીય વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહાનિર્દેશકની આ મુલાકાત દરમિયાન તેમણે વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય સુરક્ષા અજેન્સીઓની સાથે પણ બેઠક કરી હતી. જેમાં જુદા જુદા સુરક્ષાલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા બાદ ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ મુદ્દાઓમાં મુખ્યરૂપે હાલમાં સીમા સુરક્ષાના બુનિયાદી રૂપ પર ચર્ચા થઈ હતી.

સમીક્ષા કરવામાં આવીઃ વિકાસમાં તૈયારીઓ સાથે કચ્છ સીમા પર આવવા વાળી અલગ અલગ સુરક્ષા આપડાઓને પહોંચી વળવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનિર્દેશક દ્વારા સરક્રીકમાં આવેલા સુરક્ષા સીમામાં સમાવિષ્ઠ વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકો સાથે મહાનિર્દેશક દ્વારા મુલાકાત કરવામાં આવી. આ વિસ્તારમાં ફૌજીઓને પડતી મુશ્કેલીઓ સહિત બોર્ડર વિસ્તારમાં દેશની સુરક્ષામાં તૈનાત ફૌજીઓ દ્વારા આવા સીમાની સુરક્ષામાં જે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં આવે છે.

ભાર મૂક્યો હતોઃ આ સાથે જ સીમા સુરક્ષા બળના મહાનિર્દેશક દ્વારા ફૌજીઓ માટે કલ્યાણકારી યોજનાઓ અને તેમના કર્તવ્ય માટે સર્વોત્તમ સંસાધનો ઉપલબ્ધતા કરાવવા પર ભાર મૂક્યો હતો. મહાનિદેશક દ્વારા આ વિસ્તારમાં સુરક્ષા દળોને તમામ સુરક્ષા સાથે સુદઢ્ય સીમા પ્રબંધન આપવા માટે, બીજી સુરક્ષા એજેસીઓની સાથે મળીને કામ કરવા તથા એકબીજાને સહયોગ આપવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂચન કરવામાં આવ્યાઃ ગુજરાતની પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર પર ભારતના જવાનો દિવસરાત દેશની રક્ષા તૈનાત છે...જ્યાં સરહદી રણવિસ્તાર હોવાથી આપણા જવાનોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે મહાનિર્દેશક દ્વારા ભુજ રેન્જ પર પહોંચી ને તમામ વિગતો જન્ય બાદ દેશના જવાનોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા વિવિધ સૂચનો સહિતની કામગીરી કરવામાં આવી હતી.