ETV Bharat / state

બિદડા સર્વોદય ટ્રસ્ટે અપંગ મૂકબધિરને 24 કલાકમાં કુત્રિમ પગ બેસાડી કર્યો આત્મનિર્ભર - Bidda Sarvodaya Trust makes disabled deaf and dumb self-reliant in 24 hours

કચ્છનું બિદડા સર્વોદય ટ્રસ્ટ(Bidda Sarvodaya Trust ) કે જે છેલ્લા 47 વર્ષથી લાખો દર્દીઓને સારવાર આપીને સાજા કર્યા છે અને અહીં જયા રિહેબ સેન્ટર(Jaya Rehab Center) પણ આવેલું છે. જેમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો લાભ લઇ રહ્યા છે. બિદડા હોસ્પિટલમાં કેટલાય લોકોને કુત્રિમ હાથ-પગ જેવા શરીરના અંગ બેસાડી સ્વનિર્ભર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના જયા રિહેબ સેન્ટરને ભૂકંપમાં વિકલાંગ દર્દીઓની ઉત્તમ સારવાર માટે 2012માં રાષ્ટ્રીય એવોર્ડ(National Award) પણ આપવામાં આવ્યો હતો.

બિદડા સર્વોદય ટ્રસ્ટે અપંગ મૂકબધિરને 24 કલાકમાં કુત્રિમ પગ બેસાડીને કર્યો આત્મનિર્ભર

author img

By

Published : Jul 5, 2021, 5:02 PM IST

  • બિદડાની હોસ્પિટલે એક મૂકબધિર અને જમણા પગેથી દિવ્યાંગ વ્યક્તિને 24 કલાકમાં ચાલતો કર્યો
  • રેલવેમાં કપાયેલા પગથી દિવ્યાંગને જ્યા રિહેબ બિદડાએ રાતોરાત પગ બનાવીને ચાલતો કર્યો
  • સર્વોદય ટ્રસ્ટની માનવતા મહેકી ઉઠી

કચ્છઃ બિદડા સર્વોદય ટ્રસ્ટ(Bidda Sarvodaya Trust ) ના જયા રીહેબ સેન્ટર પર બે દિવસ અગાઉ આટલા વર્ષોમાં ના બની હોય એવી એક અજીબ ઘટના બની છે. એક વ્યક્તિ કે જે બહેરા, મૂંગા અને અપંગ છે, તેને ગાંધીધામથી કોઈ વ્યક્તિએ આ દિવ્યાંગને ગાડીમાં બીદડા માટે બેસાડી દીધો હતો. બિદડાની હોસ્પિટલમાં માત્ર 24 કલાકમાં તેને સારવાર આપી કુત્રિમ પગ બનાવી અર્પણ કરી તેને ચાલવાની તાલીમ આપી ચાલતો કર્યો અને ફરી તે પોતાના નિજી કામ કરીને આત્મ નિર્ભર બન્યો છે. તે ફરી કેન્ટીન બોય તરીકે કામ કરી શકે છે.

બિદડા સર્વોદય ટ્રસ્ટે અપંગ મૂકબધિરને 24 કલાકમાં કુત્રિમ પગ બેસાડીને કર્યો આત્મનિર્ભર

આ પણ વાંચોઃ આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપતી સોજીત્રાની મૂકબધિર શાળા

જેનું કોઈ નહિ તેનો આશરો એટલે જયા રિહેબ બિદડા ટ્રસ્ટ

જેનું કોઈ નહિ તેનો આશરો એટલે જયા રિહેબ બિદડા ટ્રસ્ટ. બિદડા સર્વોદય ટ્રસ્ટ(Bidda Sarvodaya Trust ) સંચાલિત જયા રિહેબ સેન્ટર વર્ષોથી દિવ્યાંગજનની સેવા કરી રહ્યું છે. જેમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો લાભ લઇ રહ્યા છે. આ સંસ્થાએ દરેક પ્રકારની દિવ્યાંગજનના પુનઃવશન માટે પ્રયત્ન કરેલ છે. આજે પણ 2001 ના દરેક ભૂકંપ ગ્રસ્ત દિવ્યાંગને જયા રિહેબ(Jaya Rehab Center) તેમની સારવાર તેમજ સાધનો નિ:શુલ્ક આપી રહ્યા છે.

યુવાન મૂકબધિર હોવાથી તેની સાથે સંવાદ સાધવો અઘરો હતો

તારીખ 2 જુલાઈના રોજ એક દર્દી જેને પોતાનો જમણો પગ ગુમાવેલો છે, તે જયા રિહેબ(Jaya Rehab Center)માં પગ બનાવવા માટે આવ્યા હતા. એક સામાન્ય દર્દી તરીકે તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરતા જાણ થઈ હતી કે, તે મૂકબધિર (બહેરા-મૂંગા) છે અને તે લખી શકતા નથી. ત્યારે તેની સાથે સંવાદ સાધવો ખુબ અધરૂ લાગ્યું કે કઇ રીતે તેને તેના ભૂતકાળ વિશે પૂછવામાં આવે. કંઈ જ ખબર નહતી કે તે કઇ રીતે બિદડા આવ્યો હતો. જયારે જયા રિહેબ(Jaya Rehab Center)ના ડાયરેક્ટર મુકેશ દોશી(Director Mukesh Doshi) અને ચેરમેન વિજયભાઈ છેડા (Chairman Vijay Chheda)તેમજ આ દિવ્યાંગ સુરક્ષા હેતુ બિદડાના પોલીસ જમાદારને તેની જાણ કરવામાં આવી, ત્યારે તેમને આ પડકારનો સામનો કરવા તત્પરતા બતાવી તથા દર્દીની સારવાર શરૂ કરી તેના રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઈ સેવા ભાવિએ ગાડીમાં બેસાડી બિદડા હોસ્પિટલ મોકલ્યો

ગાંધીધામ રેલવે કેન્ટીનમાં કામ કરતા મૂકબધિર વ્યક્તિનો કોઈ કારણોસર જમણો પગ રેલવેમાં કપાઈ ગયો હતો અને તેનું શુ નામ છે એ કોઈને ખબર નથી. એને કોઈ સેવા ભાવીએ બિદડા હોસ્પિટલમાં મોકલી દીધો હતો અને અહીં તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

ડોકટર દ્વારા ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરી કુત્રિમ પગ બેસાડ્યો

સમયનો સદ્ઉપયોગ કરતા રિહેબ એડમીન ડો. લોગનાથનના તપાસ કર્યા બાદ ટેકનિશિયન હરિશચંદ્ર કુબલ દ્વારા ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેને 3 જુલાઈના બપોર પહેલા જ પગ બેસાડવામાં આવ્યો અને તેને પગની મદદથી ચાલવાની તેમજ પગ ચડાવવા-ઉતારવાની તાલીમ ડો. હેમરાજ તથા ડો. શોભીનકાએ આપી હતી અને તેને ચાલવાનું શરૂ કર્યું હતું.

દિવ્યાંગને ટ્રેનિંગ આપીને બનાવાયો આત્મનિર્ભર

જયા રિહેબ(Jaya Rehab Center)નો મુખ્ય હેતુ દરેક દિવ્યાંગને તેના જીવનમાં પુનઃ સ્થાપિત કરવાનો છે. તેના માટે આ વ્યક્તિને સંસ્થાના મોડીફાઇડ રસોડામાં વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી છે. પરંતુ કહેવાય છે કે, જહાં ચાહ વહાઁ રાહ. આ વ્યકતિને શીખવાની અને પરત પોતાના વ્યવસાયમાં જવાની ધગશના કારણે તે તરત જ શીખી ગયો અને તે બરાબર જણાતાં આ દિવ્યાંગને સંસ્થાના મુખ્ય રસોડામાં કામ કરવા માટે કહેવામાં આવ્યું અને તેણે તે કામ ખુબ જ સરસ રીતે પાર પાડ્યું.

માત્ર 24 કલાકના સમયમાં દિવ્યાંગને કરાયો સાજો

જેનો કોઇ સહારો ન હતો, તેને જયા રિહેબ ટીમે 24 કલાકના નજીવા સમયમાં નકલી પગ બેસાડી ચાલવાની તાલીમ અને સ્વરોજગારનો પોતાનો જૂનો કેન્ટીન બોય તરીકેનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કર્યો હતો અને આ ઓછા સમયના રેકોર્ડ કામગીરીથી દિવ્યાંગજનાના સ્મિત પરથી જાણી શકાતું હતું કે, તે બિદડા સર્વોદય ટ્રસ્ટ(Bidda Sarvodaya Trust ) તેમજ જયા રિહેબના દરેક દાતા, ટ્રસ્ટી, શુભેચ્છક અને સ્ટાફનો આભાર વ્યક્ત કરે છે.

જાણો શું કહ્યું રિહેબ સેન્ટરના ડાયરેકટરે?

જયા રિહેબ સેન્ટર(Jaya Rehab Center)ના ડાયરેક્ટર મુકેશ દોશી(Director Mukesh Doshi)એ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમારા દ્વારા આજે પણ ભૂકંપમાં ગ્રસ્ત થયેલા દરેક દર્દીને નિ:શુલ્ક સારવાર આપી રહ્યા છે. આ મૂકબધિર દર્દીની સારવાર કરવી અને તેને તાલીમ આપવી એ અમારા માટે ચેલેન્જ હતી અને તેની યોગ્ય સારવાર કરી તથા તાલીમ આપીને તેને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાનથી વિખુટા પડેલા મૂક બધિર પુત્રનું પરિવાર સાથે સોશિયલ મીડિયાએ કરાવ્યું મિલન

જાણો શું કહ્યું ચેરમેને?

બિદડા સર્વોદય ટ્રસ્ટ(Bidda Sarvodaya Trust )ના ચેરમેન વિજયભાઈ છેડા(Chairman Vijay Chheda)એ જણાવ્યું હતું કે, છેલ્લા 47 વર્ષમાં 54 લાખ જેટલા દર્દીઓએ અહીં સારવાર લીધી છે. 2001ના ભૂકંપ પછી શરૂ કરવામાં આવેલા જયા રિહેબ સેન્ટરમાં દર વર્ષે 60,000 જેટલા લોકો અહીં સારવાર લઈ રહ્યા છે અને અહીં 7 લાખથી વધારે લોકોને રિહેબ સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.