ETV Bharat / state

ભુજની માનવજ્યોત સંસ્થાની કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી - સેવા ન્યૂઝ

ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે ETV Bharat સાથે વાત કરતા કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના કાળમાં માનવજ્યોત સંસ્થા દ્વારા 2 લાખ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે તથા 40,000 લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા, 11,000 લોકોને રાશનકીટ આપવામાં આવી હતી અને આવી અનેક સેવાઓ કરવામાં આવી હતી.

2 લાખ લોકોને અત્યાર સુધીમાં ભોજન પહોંચાડવામાં આવ્યું

author img

By

Published : Mar 30, 2021, 8:07 PM IST

  • કોરોના સંકટ વચ્ચે 19 બિનવારસી લાસોનું અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું
  • જરૂરિયાતમંદ 80 હજાર લોકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું
  • શ્રમજીવી પરિવારોના બાળકોને 30 દિવસ સુધી હળદરવાળું દૂધ પીવડાવવામાં આવ્યું

કચ્છ: જિલ્લામાં ભુજની માનવજ્યોત સંસ્થા આમ તો ઘણા વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરતી આવી છે, પરંતુ કોરોનાકાળના એક વર્ષના સમયગાળા દરમિયાન માનવજ્યોત સંસ્થા દ્વારા નોંધનીય સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.

35,000 લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો

કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભુજની જનરલ હોસ્પિટલ પાસે લોકોને અનેક ઔષધિઓથી ભરપુર ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભુજના જુદા-જુદા વિસ્તારોમાં 35 હજાર લોકોને કોરોનાની મહામારી સંકટથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.

માનવજ્યોત સંસ્થાની કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી

આ પણ વાંચો: વડોદરાના રીક્ષાચાલકે બીજાને મદદરૂપ થવા ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સની શરૂઆત કરી

2 લાખ લોકોને અત્યાર સુધીમાં ભોજન પહોંચાડવામાં આવ્યું

જનતા કરફ્યૂના દિવસે જરૂરિયાતમંદ 300 લોકોને બપોરનું ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી અને આજ દિન સુધી આ પ્રવૃત્તિ ચાલુ છે અને અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકો અને તેમના ઝૂંપડા અને ભુંગાઓ સુધી જઈને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

1840 લોકોને ટિફિન પહોંચાડવામાં આવ્યું

લોકડાઉનમાં દર્દીઓની સારવાર અર્થે ભુજ પહોંચેલા દર્દીઓના સગા-વ્હાલાઓને જુદી-જુદી હોસ્પિટલોમાં બે ટાઈમ ટિફિન દ્વારા 1840 દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું તથા લોકડાઉનની પરિસ્થિતિમાં 70ની વય વટાવી ચુકેલા એકલા અટૂલા 100 વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.

40,000થી વધુ લોકોને માસ્ક વિતરણ

માનવજ્યોતની સિટી એમ્બ્યુલન્સ સેવા અનેક લોકોને ઉપયોગી નીવડી હતી. દર્દીઓને ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે પહોંચાડવામાં સંસ્થાની એમ્બ્યુલન્સ મદદરૂપ બની હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં 40 હજારથી વધુ માસ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લી : બાયડ ખાતે આવેલા જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે માનવતાની મહેક પ્રસરાવી

11,000 રાશન કીટ પહોંચાડવામાં આવી

ભુજ શહેરના જુદા-જુદા સ્લમ વિસ્તારોમાં રહેતા અનેક જરૂરિયાત મંદ પરિવારોને 10 વસ્તુઓ સાથેની 10 દિવસ ચાલી શકે તેવી 11,000 પરિવારોને રાશન કીટ પહોંચાડવામાં આવી હતી.

15,000 જેટલા લોકોને તાજા શાકભાજીનું વિતરણ

ભુજના જુદા-જુદા વિસ્તારોમાં જઇ તાજા શાકભાજીઓનું નિ:શુલ્ક વિતરણ 15,000 જેટલા લોકોને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભુંગામાં રહેતા 200 પરિવારોને ઠંડા પાણીના માટીના માટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ તેમજ વિધવા મહિલાઓને સહાય

આ ઉપરાંત માનવજ્યોત સંસ્થા દ્વારા 17 દિવ્યાંગોને ટ્રિસાઈકલ પણ અર્પણ કરવામાં આવી હતી અને 27 વિધવા મહિલાઓને સીવણ મશીન અર્પણ કરાયા હતા.

શ્રમજીવી પરિવારોના બાળકોને અપાયું હળદરવાળું દૂધ

સંસ્થા દ્વારા 80 હજાર લોકોને વસ્ત્રો વિતરણ તથા મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોટરી ક્લબ ભુજ કેપિટલના સહકારથી સ્લમ વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોના બાળકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સતત 30 દિવસ સુધી હળદરવાળું દૂધ પીવડાવવામાં આવ્યું હતું.

માનવજ્યોત સંસ્થાના પ્રમુખની ETV Bharat સાથે ખાસ વાતચીત...

માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન સંસ્થાની સેવાકીય કાર્યો માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સહકારી વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મામલતદાર કચેરી, કંટ્રોલરૂમ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સતત સહકાર મળતો હતો અને માનવજ્યોત સંસ્થાની સમગ્ર ટીમ કોરોના સંકટમાં લોકોની વચ્ચે રહી લોકોની મુશ્કેલીમાં સૌને મદદરૂપ બની હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.