ETV Bharat / state

ભૂજિયા ડુંગરે ફોટોગ્રાફી માટે ગયેલા યુવકો પાસેથી 40 હજાર રૂપિયાનો કેમેરા લૂંટી 2 શખ્સો ફરાર - ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસમથક

કચ્છના ભૂજમાં આવેલા ભૂજિયા ડુંગરની તળેટીએ અને રિંગ રોડ પર અવાર-નવાર લૂંટ-ચોરીના બનાવો બનતા હોય છે. તેવામાં ભૂજિયા તળેટીએ ફોટોગ્રાફી માટે ગયેલા બે યુવક સાથે બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ છરી બતાવી ધમકી આપી હતી. આ સાથે જ 2 યુવકને છરીના ઘા મારીને 40 હજાર રૂપિયાના કેમેરાની લૂંટ કરી હતી.

ભૂજિયા ડુંગરે ફોટોગ્રાફી માટે ગયેલા યુવકો પાસેથી 40 હજાર રૂપિયાનો કેમેરા લૂંટી 2 શખ્સો ફરાર

author img

By

Published : May 29, 2021, 1:08 PM IST

  • કચ્છના ભૂજિયા ડુંગરમાં 40 હજારની લૂંટ
  • ફોટોગ્રાફી માટે આવેલા 2 યુવકો સાથે થઈ લૂંટ
  • 2 શખ્સો આવીને યુવકોનો 40 હજાર રૂપિયાનો કેમેરા લઈ ફરાર થયા

ભૂજઃ ભૂજિયા ડુંગર પર ફોટોગ્રાફી કરવા જતા 2 યુવકો સાથે લૂંટનો બનાવ બન્યો હતો. આ બંને યુવકો રિંગ રોડ પર ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તે સમયે 2 અજાણ્યા શખ્સ તેમનો 40 હજાર રૂપિયાની કિંમતનો કેમેરા લૂંટી ફરાર થયા હતા.

આ પણ વાંચો- વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો

શિવ મંદિરની પાછલ ગેટ પાસે લૂંટનો બનાવ બન્યો

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસમથકે માધાપરના નવા વાસમાં રહેતા કાસમ ઈસ્માઈલભાઈ ઘાંચીએ સિલ્વર કલરની બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી અને તેનો મિત્ર અફઝલ ફોટોગ્રાફી કરવા માટે ભૂજિયા ડુંગરની તળેટીએ ગયા હતા. તેઓ ફોટોગ્રાફી કરીને પરત ફરતા હતા ત્યારે ભૂજિયા ડુંગરની અંદર શિવ મંદિરની પાછળ ગેટ પાસે લૂંટનો બનાવ બન્યો હતો.

આ પણ વાંચો- વડોદરા હાલોલ પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

છરી બતાવીને ધાકધમકી કરી કેમેરાની લૂંટ

સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને તેના મિત્રને છરી બતાવીને ધાકધમકી કરી હતી. આરોપીઓએ અફઝલના પેટના ભાગે છરી મારવાનો પ્રયાસ કરતા અફઝલે બચાવમાં હાથથી છરી પકડી લેતા તેના અંગૂઠાના ભાગે છરી વડે ઈજા પહોંચી હતી. આમ, આરોપીઓએ ઝપાઝપી કરી બંને મિત્રો પાસે રહેલા 40 હજાર રૂપિયાના કેમેરાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.