ETV Bharat / state

Diwali 2023: 51 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું સ્મૃતિવન, ધનતેરસની કરાઈ ઉંમગભેર ઉજવણી, જુઓ વીડિયો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 6:52 AM IST

ધનતેરસની ઢળતી સાંજે 51,000 જેટલા દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર સ્મૃતિવન બનાવાયું છે. જ્યાં ધનતેરસના દિવસે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

51 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું સ્મૃતિવન
51 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું સ્મૃતિવન

51 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું સ્મૃતિવન

ભૂજ: વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર નિર્માણ પામેલ સ્મૃતિવન ખાતે ધનતેરસના દિવસે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે 51,000 જેટલા દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજો અને સંગઠનો તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.

51 હજાર દીવડાઓનો જગમગાટ: ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, "સ્મૃતિવનમાં આ વર્ષે 51000 જેટલા દિવડા પ્રગટાવીને દિવાળીની યાદગાર ઉજવણી કરવામાં આવી છે, અને દિવાળીના દીવડાના ઝગમગાટની પરંપરા વધુ પ્રજવલ્લીત બને તેવા શુભઆશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર ફ્રેન્ડસ ગ્રુપનું નથી પણ કચ્છના તમામ લોકોનું છે કારણ કે આ આયોજનને સફળ બનાવવા માટે અન્ય સમાજો અને સંગઠનોએ પણ આમાં ભાગ લીધો હતો.

સ્મૃતિવન પર રોશનીનો શણગાર: મહત્વપૂર્ણ છે કે, આ દીવડાઓ દ્વારા 'જયતુ જયતુ ભારત' એટલે કે વિશ્વમાં ભારતની જય જય કાર થાય તેવી દીવડાની રોશનીથી વિશાળ આકૃતિ રચવામાં આવી હતી, જેના આકાશી નજારાના દ્રશ્યો પણ લોકોને આકર્ષી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ધનતેરસના પાવન પર્વથી લઈને છેટ દિવાડી સુધી રાજ્ય સહિત દેશભરમાં દીપ પ્રગટાવવાનો એક વિશેષ મહિમા રહેલો છે. ધનતેરસની ઢળતી સાથે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 51 હજાર દીવડાથી પ્રજવલ્લિત થયેલ સ્મૃતિવન ખુબ આકર્ષક લાગી રહ્યું હતું.

  1. Diwali 2023 : રાજકોટ આંગણે બ્રહ્માંડ ઉતરી આવ્યું, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવાળી પૂર્વે ભવ્ય આતશબાજી
  2. ધનતેરસ પર 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ, સોનાનું સૌથી વધુ વેચાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.