ETV Bharat / state

PM મોદીને શા માટે ભુજમાં રોડ શો યોજવો પડે છે, શું છે કારણ - કચ્છના પશુપાલકોની આવક

કચ્છમાં આગામી 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનના ઉપરાંત અનેક વિકાસકામોનો લોકાર્પણ અને ખાતમુર્હુત કરવા માટે આવી રહ્યા છે. કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં વિશાળ જાહેર સભાના માધ્યમથી નરેન્દ્ર મોદી કચ્છ અને ગુજરાતની જનતાને સંબોધન કરશે. જેના માટે વિશાળ ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન ભુજમાં રોડ શો પણ કરશે તો દેશના સૌથી મોટા નેતાને ભુજમાં રોડ શો કરવાની શા માટે જરૂર પડી છે શું છે તેના પાછળનું કારણ જાણીએ આ અહેવાલમાં PM Modi Road Show Reasons PM Modi Road Show Gujarat Bhuj Road Show Narendra Modi

PM મોદીને શા માટે ભુજમાં રોડ શો યોજવો પડે છે, શું છે કારણ

author img

By

Published : Aug 24, 2022, 11:02 PM IST

Updated : Aug 28, 2022, 6:36 AM IST

કચ્છ આગામી 28મી ઓગસ્ટના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવી રહ્યા છે. તેમના આગમનમાં ભવ્ય રોડ શોનું આયોજન (PM Modi Road Show Gujarat) પણ કરવામાં આવ્યું છે. ભુજમાં વડાપ્રધાનના રોડ શો (Bhuj Road Show Narendra Modi) માટે મુખ્યત્વે ભુજ શહેર અને તાલુકા મંડલને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજે પોણા ત્રણ કિલોમીટર લાંબા રોડ શોને અલગ અલગ 14 ક્લસ્ટરમાં વહેંચીને પ્રત્યેક ક્લસ્ટર દીઠ કાર્યકરોની સંખ્યા અને વ્યવસ્થા માટે જુદી જુદી ટીમોને વ્યવસ્થા સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખથી વધુ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગર સેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે.

દેશના વડાપ્રધાનને કચ્છ જિલ્લાના નાના શહેર ભુજમાં રોડ શો કરવો પડી રહ્યો છે જેનો એક જ કારણ છે સમગ્ર દેશમાં કેજરીવાલ મોડલ છવાઈ ગયું છે

94મી વખત વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવશે, યોજાશે રોડ શો મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી અનેક વખત કચ્છ આવી ચૂક્યા હતા અને દેશના વડાપ્રધાન બન્યા પછી 8 વર્ષના શાસનમાં સાતમી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કુલ 93મી વખત તેઓ કચ્છ આવી ચૂક્યા છે અને હવે 94મી વખત કચ્છ આવશે. જે સમગ્ર કચ્છીઓ માટે ખુબ ગૌરવની બાબત છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આતુર છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો Amit Shah Bhopal roadshow: અમિત શાહના રોડ શોમાં મુસ્લિમ મહિલાઓએ ફૂલોની વર્ષા કરી

મહાનગરોમાં યોજાતા રોડ શો ક્યાં કારણે યોજાશે ભુજમાં? દેશના સૌથી મોટા નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો દેશ તેમજ રાજ્યના મહાનગરોમાં રોડ શો યોજાતા હોય છે.પરંતુ આગામી 28મીના સરહદી જિલ્લા કચ્છના પાટનગર ભુજમાં રોડ શો યોજવાના છે ત્યારે નરેન્દ્ર મોદીને ભુજમાં રોડ શો કરવાની શા માટે જરૂર પડી તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના હોદ્દેદારોનું નરેન્દ્ર મોદીના રોડ શો અંગે શું માનવું છે તે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીને આવકારવા લોકોમાં છે ઉત્સાહ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધ દવે etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,કચ્છ છે તે છેલ્લાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ત્યારે કચ્છની પ્રજા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરસપરસ લગાવ છે.કચ્છ જિલ્લો એ કોઈ નાનો જિલ્લો નથી એશિયા ખંડનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની પ્રજામાં નરેન્દ્ર મોદીને લઈને ઉત્સાહ અને ઉમંગ છે.દરેકને નરેન્દ્ર મોદીના દર્શન કરવા છે અભિવાદન કરવું છે.સમગ્ર જિલ્લાના લોકો ઉત્સાહી છે અને એકઠા થવા માટે આતુર છે.લોકો નરેન્દ્ર મોદીના મુખ્ય કાર્યક્રમના સ્થળે ન પહોંચી શકે તેવી પરિસ્થિતિ હોય તો ભુજમાં યોજાનારા રોડ શોમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીને મળી શકે છે.

લોકો નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા આતુર કચ્છના લોકો પોતાના ભાતીગળ પરિધાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે તેમજ કચ્છના પારંપરિક વાદ્યોનું સંગીત (Traditional Instrumental Music of Kutch) વગાડીને સ્વાગત કરશે.નરેન્દ્ર મોદીના સ્વાગત કરવા, અભિવાદન કરવા માટે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે.કચ્છ જિલ્લાના લોકોની અનેક વર્ષોથી નર્મદાના પાણી માટે તરસ રહી છે.અગાઉ કોંગ્રેસની સરકારે કચ્છની જનતા માટે નર્મદાના પાણી પહોંચાડવા ન હતા પરંતુ નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી કચ્છના છેવાડા સુધી નર્મદાના નીર (Narmada River Water in Kutch) પહોંચ્યા છે. નર્મદા બ્રાન્ચ કેનાલનું કામ અનેક વર્ષોથી અટવાયેલું પડ્યું હતું. ત્યારે છેવાડાના ગામમાં નરેન્દ્ર મોદીના કારણે લોકોને પાણી મળી રહ્યું છે. જેથી કરીને લોકો નરેન્દ્ર મોદીને મળવા આતુર છે તે માટે આ રોડ શોનું આયોજન કરાયું છે.

કચ્છની જનતા નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે કચ્છના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે અને આ પ્રેમનું કારણ એ છે કે કચ્છનું જે સફેદ રણ (Kutch White Ran) છે તે નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા તે પહેલેથી જ હતું. પરંતુ રણની જે ઓળખાણ છે તે નરેન્દ્ર મોદીના કારણે થઈ છે, પ્રવાસનનો ઉદ્યોગ છે. તે નરેન્દ્ર મોદીના કારણે વિકસ્યું છે જેના કારણે કચ્છના લોકોની આવક વધી છે, કચ્છના પશુપાલકોની આવક (Income of Cattle Breeders of Kutch) વધે છે, સામાન્ય વર્ગના લોકોની આવક વધી છે તમામ લોકોને નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે તેના માટે આ રોડ શો થઈ રહ્યો છે.

સમસ્યાઓના મુદ્દાઓને ભટકાવવા માટે રોડ શો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,જે રીતે છેલ્લા કેટલાક સમયથી આ સરકાર નિષ્ફળ રહી છે, અહીંના સ્થાનિક જનપ્રતિનિધિઓ નિષ્ફળ રહ્યા છે કારણ કે હમણાં છેલ્લાં કેટલાક મહિનાઓથી ગાયોમાં ફેલાયેલા લમ્પી રોગના કારણે અનેક ગાયોના મોત થયા છે, રસ્તાઓ પણ ગયો મરી રહી હતી છતાં પણ તંત્રએ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતા દેખાઈ રહ્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક આ બીજા તમામ મુદ્દાઓને ભટકાવવા માટે કરીને રોડ શો કરવામાં આવી રહ્યો છે, પરંતુ કચ્છની જનતા હોશિયાર છે. હવે બધું જાણી પણ ગઈ છે અને પોતાનું મન પણ મનાવી લીધું છે. આ વખતે કચ્છના રાજકારણમાં પરિવર્તન આવશે.

ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ (President of Gujarat Pradesh Congress Committee) જગદીશ ઠાકોર, પ્રભારી રામકિશન ઓઝા તેમજ 4 કાર્યકારી અધ્યક્ષ કચ્છના પ્રવાસે આવ્યા જેથી લોકોના પ્રશ્નોને વાચા મળી તેનાથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડરી (PM Modi Road Show Reasons) ગઈ છે અને આ ડરના કારણે નરેન્દ્ર મોદીના રોડ શો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દેશમાં કેજરીવાલ મોડલ છવાઈ ગયું છે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ ગિરિરાજસિંહ જાડેજાએ ETV Bharat સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાને કચ્છ જિલ્લાના નાના શહેર ભુજમાં રોડ શો કરવો પડી રહ્યો છે. જેનો એક જ કારણ છે સમગ્ર દેશમાં કેજરીવાલ મોડેલ છવાઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનું નામ આગળ આવી રહ્યું છે.દરેક જગ્યાએ અરવિંદ કેજરીવાલના કામ બોલી રહ્યા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છમાં અને ગુજરાતમાં આજકાલ દરેક લોકો અરવિંદ કેજરીવાલની ચર્ચા કરી રહ્યા છે.કારણ કે કેજરીવાલના કામ એવા છે અને ખૂબ સારું ગવર્નન્સ કેજરીવાલનું છે.

આ પણ વાંચો PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન, રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

ગુજરાત આવવાના બહાના ગોતી રહ્યા છે વડાપ્રધાન: આપ મીડિયા ઇન્ચાર્જ નરેન્દ્ર મોદી તો ગુજરાતમાં આવવાના બહાના ગોતી રહ્યા છે. બહાનું બનાવીને કચ્છ આવી રહ્યા છે. રોડ શો કરી રહ્યા છે. જેની પાછળ એક પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં 2.5 લાખ લોકોને એકત્ર કરવાનો કાર્ય દરેક કર્મચારીને તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને સોંપવામાં આવ્યું છે. કચ્છમાં 22 લાખ લોકો છે. જેમાંથી ઓછામાં ઓછા 2.5 લાખ લોકો મને એક સ્થળે એકઠા થવા જોઈએ. જેથી તેમની જે રેલી છે. તે પૂરા ભારતમાં વાયરલ થવી જોઈએ. આવી રીતે તે માહોલ બનાવવા માંગે છે. દરેક લોકો સમજી રહ્યા છે. હવે તેમની રેલીમાં લોકો ઓછા જઈ રહ્યા છે. કારણ કે તેમના જે ગપ્પા છે તે સાંભળી સાંભળીને લોકો પકી ગયા છે અને થાકી ગયા છે.

ગુજરાત કેજરીવાલના નેતૃત્વમાં આગળ આવશે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. 27 વર્ષોમાં તેમને કોઈ કાર્ય નથી કર્યું, મોંઘવારી આસમાને છે, લોકો આત્મહત્યા કરી રહ્યા છે, યુવાનો પાસે રોજગારી નથી. યુવાન પ્રાઇવેટ સ્થળે નોકરી કરી રહ્યા છે. ત્યાં તેમનું શોષણ થઈ રહ્યું છે. માત્ર 7000થી 8000 પગાર મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ આવનારી વિધાનસભાની ચૂંટણી માટેના મુદ્દાઓ છે. અરવિંદ કેજરીવાલ આ તમામ મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યા છે. કઈ રીતે નવા ભારતનું નિર્માણ કરવું તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. કેજરીવાલ આરોગ્ય, શિક્ષણ અને રોજગારી પર ધ્યાન આપી રહ્યા છે. ગુજરાત કેજરીવાલના નેતૃત્વમાં આગળ આવશે.

Last Updated : Aug 28, 2022, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.