ETV Bharat / state

ભુજ પોલીસને મોટી સફળતા, પ્રતિબંધિત 'સીમી'ના શાહિદની 19 વર્ષે ધરપકડ - મૌલાના ડૉ. શાહિદ બદ્રઆલમ

ભુજઃ 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા' એટલે કે સીમી’ના ટૂંકા નામે ઓળખાતાં પ્રતિબંધિત સંગઠનના પૂર્વ અધ્યક્ષ (ઑલ ઈન્ડિયા) મૌલાના ડૉ. શાહિદ બદ્રઆલમની ભુજની ખાસ પોલીસ ટીમે 19 વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરી છે.

ભુજ પોલીસને મોટી સફળતા, પ્રતિબંધિત 'સીમી'ના પૂર્વ અધ્યક્ષ શાહિદની 19 વર્ષે ધરપકડ
author img

By

Published : Sep 7, 2019, 5:19 AM IST

2001માં ભુજમાં શાહિદની ઉપસ્થિતિમાં આયોજીત એક જાહેરસભા દરમિયાન પોલીસ વિડિયોગ્રાફી કરતી હતી ત્યારે વિડિયોગ્રાફી ન કરવા મુદ્દે પબ્લિક અને પોલીસ વચ્ચે માથાકૂટ-ઝપાઝપી થઈ હતી. આ બનાવ અંગે બીજા દિવસે ભુજ શહેર પોલીસ મથકમાં ડૉ. શાહિદ સામે આઈપીસી 353 (જાહેર સેવકની ફરજમાં રૂકાવટ), 143 (ગેરકાયદે મંડળી રચવી) અને 147 (ધિંગાણું કરવું)ની કલમો તળે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 19 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો.

આ અંગે બોર્ડર રેન્જ આઈજી અને એસપીએ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ધરપકડ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરતાં પોલીસની એક ટીમને ઉત્તર પ્રદેશના આઝમગઢ મોકલી હતી. આ ટીમે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, આરોપી ડૉ. શાહિદ બેચલર ઑફ આયુર્વેદિક મેડીસીન એન્ડ સર્જરીની ડીગ્રી ધરાવે છે અને તે આઝમગઢથી થોડેક દૂર આવેલાં મનચૌબા નામના ગામમાં સ્થાયી થઈ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે હાલ આરોપીને હાલ અમે આઝમગઢની કૉર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વૉરન્ટના આધારે ભુજ લાવવા કવાયત હાથ ધરી છે.

Intro: 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા' એટલે કે સીમી’ના ટૂંકા નામે ઓળખાતાં પ્રતિબંધિત સંગઠનના પૂર્વ અધ્યક્ષ (ઑલ ઈન્ડિયા) મૌલાના ડૉ. શાહિદ બાદસલાઈ બદ્રઆલમની ભુજની ખાસ પોલીસ ટીમે 19 વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરી છે.Body:2001માં ભુજમાં શાહિદની ઉપસ્થિતિમાં આયોજીત એક જાહેરસભા દરમિયાન પોલીસ વિડિયોગ્રાફી કરતી હતી ત્યારે વિડિયોગ્રાફી ના કરવા મુદ્દે પબ્લિક અને પોલીસ વચ્ચે માથાકૂટ-ઝપાઝપી થઈ હતી. બનાવ અંગે બીજા દિવસે ભુજ શહેર પોલીસ મથકમાં ડૉ. શાહિદ સામે આઈપીસી 353 (જાહેર સેવકની ફરજમાં રૂકાવટ), 143 (ગેરકાયદે મંડળી રચવી) અને 147 (ધિંગાણું કરવું)ની કલમો તળે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં 19 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો.

દરમિયાન, બોર્ડર રેન્જ આઈજી અને એસપીએ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરતાં પોલીસની એક ટીમને ઉત્તર પ્રદેશના આઝમગઢ મોકલી હતી. આ ટીમે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ આરોપી ડૉ. શાહિદ બેચલર ઑફ આયુર્વેદિક મેડીસીન એન્ડ સર્જરીની ડીગ્રી ધરાવે છે અને તે આઝમગઢથી થોડેક દૂર આવેલાં મનચૌબા નામના ગામમાં સ્થાયી થઈ પ્રેક્ટિસ કરે છે. પોલીસે હાલ આરોપીને હાલ અમે આઝમગઢની કૉર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વૉરન્ટના આધારે ભુજ લાવવા કવાયત્ હાથ ધરી છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.