ETV Bharat / state

Bhuj News: સ્વામિનારાયણ નામ લખેલી પુસ્તિકાઓ પ્રભુ સુધી પહોંચી, 2 લાખ જેટલી મંત્ર લખેલી ચોપડીનું પ્રદર્શન - Bhuj News mantra

સ્વામિનારાયણ નામ લેખેલી બે લાખ પુસ્તકોમાંથી તૈયાર થઈ રહી છે મંત્રદર્શન પ્રદર્શની. હરિભક્તોએ લાખો વખત ભગવાન સ્વામિનારાયણનો નામ લખીને ભગવાન સ્વામિનારાયણની આ વિશાળ તસવીર હાથે બનાવી છે. વિવિધ રંગોથી બનેલા આ ચિત્રને નજીક જઈને જોતા અગણિત વખત ભગવાન સ્વામિનારાયણના નામ લખેલા જોવા મળે છે.

Bhuj News: સ્વામિનારાયણ નામ લેખેલી બે લાખ પુસ્તકોમાંથી તૈયાર થઈ રહી છે મંત્રદર્શન પ્રદર્શની, જાણો શું હશે વિશેષતા

author img

By

Published : Apr 14, 2023, 11:26 AM IST

Updated : Apr 14, 2023, 2:11 PM IST

સ્વામિનારાયણ નામ લેખેલી બે લાખ પુસ્તકોમાંથી તૈયાર થઈ રહી છે મંત્રદર્શન પ્રદર્શની

ભુજ: તારીખ 17મી એપ્રિલથી શરૂ થઈ રહેલા નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં કચ્છના હરિભક્તોની ભક્તિના દર્શન આ મહોત્સવમાં આવનારા મુલાકાતીઓને થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક હરિભક્તોએ સ્વામિનારાયણના નામનો જાપ કરી બે લાખથી વધારે પુસ્તકોમાં સ્વામિનારાયણ નામ લખીને મંત્રલેખન પુસ્તિકા ભરી છે. આ તમામ પુસ્તકોને કલાત્મક રીતે ગોઠવી દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા મુલાકાતીઓના દર્શન માટે મુકાશે.

અનોખું પ્રદર્શન: તારીખ 17મી તારીખથી શરૂ થનારા દ્વિશતાબ્દી મહોત્સવ માટે દુનિયાભરમાંથી લાખો ભાવિકો પધારશે ત્યારે ભુજની ભાગોળે ઊભા કરેલા બદ્રિકાશ્રમ ધામ ખાતે તેમના માટે વિવિધ પ્રદર્શનો ઊભા કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય બદ્રીવન પ્રદર્શની ઉપરાંત આ બદ્રિકાશ્રમ ધામ ખાતે એક વિશેષ સ્વામિનારાયણ મંત્ર દર્શન અને સફળતા પ્રદર્શની તૈયાર કરવામાં આવી રહી છે. બે લાખ મંત્રલેખન પુસ્તકોના ઢગલા વચ્ચે મોડી રાત સુધી બેસી અહીં હરિભક્તો ભક્તિના પ્રતિક સમાન આ પુસ્તકોને જુદાં જુદાં આકાર આપીને ગોઠવી રહ્યા છે. તો સાથે જ ભગવાનના નામ લખી એક વિશાળ મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો Kutch News : 5 લાખના પગારની નોકરી છોડી દ્વિશતાબ્દી મહોત્સવમાં આવ્યાં હરિભક્ત, નરનારાયણ દેવ મંદિરમાં હરખનો હેલારો જાણો

દ્વિશતાબ્દી મહોત્સવનો લોગો: ભુજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી કપિલ મુનીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "કચ્છભરના હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણનો જાપ કરી સ્વામિનારાયણ- સ્વામિનારાયણ નામ લખેલી બે લાખથી વધારે પુસ્તકો વડે આ પ્રદર્શન ઊભું કરવામાં આવી રહ્યો છે. હરિભક્તોના ભક્તિના પ્રતિક સમાન દરેક પુસ્તકને વિવિધ અંદાજમાં ગોઠવી અવનવી કૃતિઓ અને આકાર આપીને પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શની વિભાગમાં નાની બાળાઓ અને યુવતીઓ દ્વારા આ મંત્રલેખન પુસ્તકોને વિવિધ આકારમાં કાપીને તેમાંથી દ્વિશતાબ્દી મહોત્સવનો લોગો, સાથીયો અને વિવિધ ધાર્મિક ચિહ્નો બનાવી તેનામાંથી વિશેષ પ્રદર્શન ઊભું કરવામાં આવી રહ્યું છે.

સ્વામિનારાયણ નામ લેખેલી બે લાખ પુસ્તકોમાંથી તૈયાર થઈ રહી

ઊભી કરવામાં આવી: ચિત્રને નજીક જઈને જોતા અગણિત વખત ભગવાન સ્વામિનારાયણના નામબદ્રિકાશ્રમ ખાતે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ દ્વારા મંત્રલેખન પુસ્તિકામાંથી આ પ્રદર્શનીમાં જુદાં જુદાં રંગની બોલપેન દ્વારા સ્વામિનારાયણ- સ્વામિનારાયણ લખીને એક વિશાળ મૂર્તિ પણ અહીં ઊભી કરવામાં આવી છે. હરિભક્તોએ લાખો વખત ભગવાન સ્વામિનારાયણનો નામ લખીને ભગવાન સ્વામિનારાયણની આ વિશાળ તસવીર હાથથી બનાવી છે. વિવિધ રંગોથી બનેલા આ ચિત્રને નજીક જઈને જોતા અગણિત વખત ભગવાન સ્વામિનારાયણના નામ લખેલા જોવા મળે છે.

યુવાનોનું કાઉન્સિલિંગ: વધુમાં કપિલ મુનીએ જણાવ્યું હતું કે,આજનો યુવાન લક્ષ્યથી ભટકી ગયો છે અને તેને પાછું સંસ્કૃતિ તરફ લઈ આવવા માટે તેના માતા પિતા અને સંતોને પણ તકલીફ પડે છે. ત્યારે મહંત સ્વામી દ્વારા એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળની સ્થાપના કરવામાં આવી હતી. જેને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રદર્શની ઊભી કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં આ 20 વર્ષની સફળતાને ડોક્યુમેન્ટરીના સ્વરૂપે અહીં બતાવવામાં આવશે.

આ પણ વાંચો Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું

નિવારણ અપાશેઃ આ ઉપરાંત મહોત્સવની મુલાકાત લેવા આવતા દરેક યુવાનોની જુદી જુદી પ્રકારની મૂંઝવણ દૂર કરવામાં આવશે. આજના યુવાનોની પરેશાનીઓને દૂર કરવા અને સમસ્યાઓનું નિવારણ કરવા માટે વિશેષ સંવાદ કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંવાદ કક્ષમાં 40 જેટલા પ્રોફેશનલ્સ દ્વારા યુવાનોનું કાઉન્સિલિંગ કરવામાં આવશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.તો અહીં આદર્શ ગૃહસ્થ જીવન નામનું પુસ્તક પણ યુવાનોને આપવામાં આવશે.

Last Updated : Apr 14, 2023, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.