ભુજ: 18 મી એપ્રિલથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેનો આજે સાત દિવસ પૂરા થયા છે. જેમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં 80 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશભક્તિ પર કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ તમામ કૃતિઓ પટેલ ચોવીસી ગામના દરેક નાના મોટા મહિલા પુરુષો બાળકો દ્વારા પૂર્ણ તન, મન, ધનથી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા
તમામ ગામ વાઇઝ જુદાં જુદાં ટેબલો દ્વિશતાબ્દી મહોત્સવ ના આ 7 દિવસોમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે તો આજે ભવ્ય શોભાયાત્રામાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.સંસ્કૃતિની સોડમ અને આધ્યાત્મિકતાનું અત્તર તેમજ હર હૈયે મૂલ્યો તથા ઉત્સાહ નું વાવેતર આ શોભાયાત્રા મારફતે કરવામાં આવ્યું હતું.કચ્છના પટેલ ચોવીસી ના ગામ ના તમામ ગામ વાઇઝ જુદા-જુદા ટેબલો બનાવવામાં આવ્યા છે તે ટેબલ તથા રાસ-મંડળી આ શોભાયાત્રામાં જોડાઇ હતી.
કૃતિઓ તૈયાર કરાઈઃ આ ભવ્ય શોભાયાત્રામાં જૂનાગઢથી 4 હાથી, માંડવીના 4 ઊંટ, પાટણના 5 ઘોડા જોડાયા હતા તો 200 થી પણ વધારે શણગારેલા વાહનોના સ્લોટ, 30 થી પણ વધારે જુદી જુદી બેન્ડ પાર્ટી, 108 થી પણ વધારે ગામડા ની ભજન મંડળી જોડાઈ હતી.તો નાસિક ઢોલ, કેન્યા અને યુકે ની બેન્ડ પાર્ટી એ રંગ રાખ્યો હતો તો લેજીમના દાવ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.આ શોભાયાત્રામાં હંસ, ટેન્ક, શંખ, હિંડોળા, બદ્રીનારાયણ મંદિર, સરલી નૂતન મંદિર, નરનારાયણ રથ, રામરથ, વૃંદાવન રથ, કૈલાસ પર્વત, રાજહંસ, લાલ કિલ્લો, કમળ, હિમાલય, ગરુડ વગેરે જેવી 80 જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.
હરિભક્તો જોડાયાઃ ભગવાન સ્વામિનારાયણ તેમજ નરનારાયણ દેવના મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે આ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સમગ્ર શોભા યાત્રા દરમિયાન ભુજના હાઇવે પર ભક્તિમય માહોલ સર્જાયો હતો.વાજતે ગાજતે નીકળી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો, તેમજ વિદેશથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા બપોરના કલાક 1:30 વાગ્યાથી જ્યુબિલી ગ્રાઉન્ડ થી રવાનાં થઇ એન.સી.સી. ઓફિસ, વી.ડી હાઈસ્કૂલ,એસ.ટી. સ્ટેન્ડ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, સ્વામિનારાયણ મોટા મંદિર, કલેક્ટર કચેરી, માંડવી ઓક્ટ્રોય, જય નગર પાટીયા, પ્રિન્સ રેસીડન્સી, ભગવતી હાઇવે હોટલ થી જે સ્થળે મહોત્સવ યોજાઈ રહ્યો છે તેવા બદ્રિકાશ્રમ ધામ ખાતે આ 5 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું સમાપન થયું હતું.