ETV Bharat / state

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો

જિલ્લા વહીવટી તંત્રની રજૂઆતને ધ્યાને લઈ રાજય સરકાર દ્વાર જામનગરથી 17 ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મૂકવામાં આવ્યું હતું. જેના દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલ ભુજની મધ્યે ઓક્સિજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે 1500 થી 1700 ઓક્સિજન સીલિન્ડર થઈ છે.

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો
ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો
author img

By

Published : May 18, 2021, 12:03 PM IST

  • ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન જથ્થો આવ્યો
  • જામનગરથી 17 ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થાનું ટેન્કર આવ્યું
  • હોસ્પિટલમાં ચોથો લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુ

કચ્છઃ કોરોનાને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોવિડ મહામારી અંતર્ગત સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓક્સિજન સીલિન્ડર અત્યારે અમૃત સમાન બન્યું છે. જેથી ભુજની મધ્યમાં આવેલી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સપ્લાય માટે હોસ્પિટલના પરિસરમાં અત્યાર સુધીમાં કુલ 3 લિકવીડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જેની અંદાજીત દૈનિક ક્ષમતા કુલ 300 થી 320 ઓક્સિજન સીલિન્ડરોની છે.

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો
ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 2 કરોડના ખર્ચે બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે

200 ઓક્સિજન સીલિન્ડરોની ઓક્સિજન સપ્લાયની ક્ષમતા વધશે

હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલના પરિસર ખાતે ચોથો લિકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુ છે. જેના થકી દૈનિક 200 ઓક્સિજન સીલિન્ડરની ઓક્સિજન સપ્લાયની ક્ષમતા વધશે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાંના પગલે ભૂજમાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી

જામનગરથી 17 ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર આવ્યું

જિલ્લા વહીવટી તંત્રની રજૂઆતને ધ્યાને લઈ રાજય સરકાર દ્વાર જામનગરથી 17 ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મૂકવામાં આવ્યું હતું. જે થકી જી.કે.જનરલ હોસ્પિટલ ભુજની મધ્યે ઓક્સિજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે 1500 થી 1700 ઓક્સિજન સીલિન્ડર થઈ છે. છે. જેથી આવનારા દિવસોમાં કોવિડના દર્દીઓ માટે છુટક ઓક્સિજન સીલિન્ડર પરની નિર્ભરતા ઓછી કરી શકાશે અને ઉપર્યુક્ત ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ કરાવવા મદદ મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.