ETV Bharat / state

Repeal Farm Bill: 3 કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય અંગે ભુજના ખેડૂત અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા - Indian Farmers Union

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi) શુક્રવારે રાષ્ટ્રને સંબોધિત કરી ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા (repeal farm law) ખેંચવાની જાહેરાત કરી હતી અને આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા સંસદ સત્રના શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. આ નિર્ણય અંગે કચ્છના ખેડૂતોએ (Bhuj farmer leaders) પણ પ્રતિક્રિયા આપી હતી.

repeal farm bill
repeal farm bill
author img

By

Published : Nov 20, 2021, 10:22 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધીને 3 કૃષિ કાયદા પાછા ખેંચ્યા
  • વડાપ્રધાનના આ નિર્ણયથી ભુજમાં ખેડૂત અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા
  • કાયદો રદ્દ થવાથી કિસાનોને ખુશ થવાની જરૂર નથી: ભારતીય કિસાન સંઘ પ્રમુખ

કચ્છ: ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત (repeal farm law) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi) રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, તેમણે ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તથા ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. ભુજમાં પણ ખેડૂતોએ (Bhuj farmer leaders) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી.

repeal farm bill: 3 કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય અંગે ભુજના ખેડૂત અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

MSPને પ્રાધાન્ય આપીને કાયદો બનવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો: શિવજી બરાડિયા

ભુજમાં ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union) કચ્છ જિલ્લાનાના પ્રમુખ શિવજી બરાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ત્રણ કાયદા (repeal farm law) જે બહાર આવ્યા હતા તેના કરતાં જે વટહુકમથી કાયદો બહાર પાડ્યો હતો તેમાં અમારી પણ માંગણી હતી કે, MSPથી નીચે કોઈ માલ બજારમાં વહેંચાવો ન જોઈએ તથા લાયસન્સ વગરની વાત પણ આ કાયદામાં કરવામાં આવી હતી. વડાપ્રધાને બધાને સાથે રાખીને નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં તો શેષ નથી ઉઘરાવવામાં આવતી પરંતુ ગામડાંના ખેડૂતોને APMCમાં માલ વેચવા માટે શેષ લેવામાં આવે છે. APMCમાં પણ કોઈ સુવિધા કરવામાં નથી આવી. કાયદો તો વર્ષોથી ખોટો જ હતો અને આ કાયદા પાછા ખેંચવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું પરંતુ આ કાયદાઓમાં સુધારો કરીને MSPને પ્રાધાન્ય આપીને કાયદો બનવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થશે માત્ર કાયદો રદ્દ થવાથી ખેડૂતોને ખુશ થવાની જરૂર નથી.

આ પણ વાંચો: repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

જિલ્લા સ્તરથી રાષ્ટ્ર સ્તર સુધી ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઈ હતી: ભારતીય કિસાન સંઘ પ્રમુખ

શિવજી બરાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદો દેશના તમામ ખેડૂતોને લાગુ પાડવાનો છે. આ કાયદા અંગે સંસદમાં ચર્ચા થવી જોઈએ અને કિસાનોના જેટલા સંગઠનો છે તે સંગઠનોના આગેવાનોને સાથે રાખીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને કાયદો લાવવો જોઈએ અને ખરેખર તો સિટો પ્રમાણે જ કાયદો બને ને તો જ ખેડૂતોને ફાયદો થાય. આ કાયદો માત્રને માત્ર વટહુકમ બહાર પાડીને બનાવ્યો હતો. કાયદામાં ઘણી ભૂલો હતી અને તે બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સ્તરેથી કરીને રાષ્ટ્ર સ્તર સુધી આ કાયદામાં (repeal farm law) સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોને સાથે રાખીને કાયદો બનાવવો જોઈએ: ખેડૂત અગ્રણી

અન્ય ખેડૂત અગ્રણી (Bhuj farmer leader) ભીમજી કેરસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા જે 3 કૃષિ કાયદા બહાર પાડવામાં આવ્યા હતા તે માત્રને માત્ર વટહુકમ કરીને બહાર પાડવામાં આવ્યા હતા અને આ કાયદાઓ નાબુદ (repeal farm law) થયા છે તેનાથી ખેડૂતોને કંઈ ફાયદો થશે નહીં. વટહુકમથી જે કાયદાઓ બહાર પાડ્યા હતા તેના કરતાં ખેડૂતોને સાથે રાખીને આખા દેશમાં કાયદો લાગુ પાડ્યો હોત તો ખેડૂતોને પણ અમુક અંશે ફાયદો થાય. સંસદમાં ખેડૂતોને સાથે રાખીને કાયદો બને અને ખૂટતી કડીઓ પૂરી કરવામાં આવે તો નવા કાયદાથી ખેડૂતોને પણ ફાયદો થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.