ETV Bharat / state

Bhuj dumping station: ભુજ ડમ્પિંગ સાઈટનો સર્જાતો પહાડ પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક

દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારત મિશનનો (Clean India Mission)આરંભ થયો છે. ત્યારે ભુજમાં દરરોજ લાખો ટન કચરો ડમ્પિંગ સાઈટ (Bhuj dumping station )ખાતે ઠાલવાય છે.લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ રિસાઇકલિંગ મશીન પણ બંધ પડ્યા છે જેનો ઉપયોગ થતો નથી અને ખુલ્લામાં કચરો સળગાવવામાં આવી રહ્યો છે.આ ખુલ્લા મેદાનમાં ગાય ભેંસ જેવા પ્રાણીઓ પણ પ્રવેશ કરે છે અને કચરો ખાય છે. તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ આ ડમ્પિંગ સ્ટેશનથી ત્રાસી ગયા છે.

Bhuj dumping station: ભુજ ડમ્પિંગ સાઈટનો સર્જાતો પહાડ પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક
Bhuj dumping station: ભુજ ડમ્પિંગ સાઈટનો સર્જાતો પહાડ પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક
author img

By

Published : Jan 6, 2022, 8:01 PM IST

કચ્છઃ ભુજ શહેર નજીક આવેલા નાગોર રોડ પાસે ભુજ નગરપાલિકાનું કચરા વિભાગીકરણ(Bhuj Municipality ) કેન્દ્ર એટલે કે ડમ્પિંગ સ્ટેશન ગ્રાઉન્ડની હાલત ખુબ ખરાબ છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ રિસાઇકલિંગ મશીન પણ બંધ પડ્યો છે જેનો ઉપયોગ થતો નથી અને ખુલ્લામાં કચરો સળગાવવામાં(Bhuj dumping station ) આવી રહ્યો છે. ઉપરાંત આ ખુલ્લા મેદાનમાં ગાય ભેંસ જેવા પ્રાણીઓ પણ પ્રવેશ કરે છે અને કચરો ખાય છે. તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ આ ડમ્પિંગ સ્ટેશનથી ત્રાસી ગયા છે.

ભુજ નગરપાલિકા દ્વારા એક ડમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું

ભુજથી નાગોર જતાં રોડ પાસે ભુજ નગરપાલિકા દ્વારા એક ડમ્પિંગ સ્ટેશન (Bhuj MunicipalityDumping Station)બનાવવામાં આવ્યું હતું જ્યાં કચરો રિસાયકલ કરવા માટે રિસાઇકલિંગ મશીન પણ મૂકવામાં આવ્યું હતુ, જેમાંથી કચરો રિસાયકલ થઈને ખાતરમાં રૂપાંતરિત થતું હતું, પરંતુ આજે તે બંધ હાલતમાં પડ્યું છે ઉપરાંત ડમ્પિંગ સ્ટેશન કે જેની હાલમાં કેપેસિટી પૂરી થઈ જતાં હાલમાં કચરો છે તે રોડ પર આવી રહ્યો છે. આ ડમ્પિંગ સ્ટેશનમાં હજારો ટન કચરો પડ્યો છે. જેમાં સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા મેડિકલ વેસ્ટેજનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આ ડમ્પિંગ સ્ટેશન ફરતે ફેંસિંગ પણ કરવામાં આવેલ નથી કે નથી કોઈ ગેટ મૂકવામાં આવેલ જેથી ખુલ્લું હોતા અહીં કચરાના ઢગલામાં ગાય તથા શ્વાનો જેવા પશુઓ અહીં આસાનીથી પ્રવેશ કરે છે અને કચરો ખાય છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

ભુજ ડમ્પિંગ સાઈટ

ડમ્પીંગ સ્ટેશન પશુઓ તથા શહેરીજનો માટે નુકસાનકારક

જાગૃત નાગરિક હુસેનભાઈ થેબાએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાને મુન્દ્રા રોડ પર જતા સેડાતા પાસે ડમ્પિંગ ઝોન માટે જગ્યા મંજૂર થઈ ગઈ છે છતાં પણ ત્યાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી અને અહીઁ નાગોર રોડ પાસે જ કચરો ફેંકે છે.આ ડમ્પીંગ સ્ટેશન પાસેથી એક રસ્તો છે તે ધોરડો સાથે કનેક્ટ છે કે જ્યાં કચ્છનું પ્રખ્યાત સફેદ રણ આવેલું છે. જેથી પ્રવાસીઓ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે આ ડમ્પિંગ સ્ટેશનમાં ઉઠતો ધુમાડો જોઈને ભુજની છાપ પણ ખરાબ થાય છે ઉપરાંત આસપાસમાં રહેતા લોકો માટે પણ આ કચરાના ઢગલા અને આ કચરાને સળગાવ્યા બાદ તેમાંથી ઉત્પન્ન થતો ધુમાડો હાનિકારક છે અને જે રોગચાળો પણ ફેલાવી શકે છે.

જાણો શું કહ્યું ભુજ નગરપાલિકાના પ્રમુખે?

નાગોર પાસે આવેલા ડમ્પિંગ સ્ટેશન અંગે વાતચીત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, નાગોર પાસે આવેલા ડમ્પિંગ સ્ટેશનના કચરા માટે બે વખત ઈ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હતી. પહેલી વખત ટેન્ડરની પ્રક્રિયા નિષ્ફળ ગઈ બીજી વખતની ટેન્ડર પ્રક્રિયામાં એક પાર્ટી કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. આ પાર્ટીને નગરપાલિકા દ્વારા એગ્રીમેન્ટ કરવા માટે બે વખત નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ પાર્ટીએ કોઈ પ્રતિઉતર ના આપ્યો માટે હવે ફરીથી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કચરો ઉપાડીને જે રિસાયકલ કરી શકે તેવી પાર્ટીની શોધ કરવામાં આવી રહી છે. આ ડમ્પિંગ સ્ટેશન પર બે પ્રકારના કચરા છે જેમાંથી બિલ્ડીંગ મટીરીયલનો જે કચરો છે તેનું રિસાયક્લિંગ કરવા માટેની જવાબદારી ભુજ ખાતેની હુન્નરશાળાએ લીધેલ હતી અને જે તે સમયની બોડી દ્વારા એગ્રિમેન્ટ કરવાના બાકી રહી ગયા હતા અને ત્યાર બાદ કોરોનાકાળ શરૂ થઈ ગયું હતું અને વારંવાર ચીફ ઓફિસરની બદલીના કારણે આ કામ અટકી ગયું હતું. આવનારા સમયમાં ફરીથી હુન્નરશાળા દ્વારા બિલ્ડીંગ મટીરીયલના કચરાને રિસાયક્લિંગ કરવામાં આવશે અને તેમાંથી બ્લોક બનાવવાનો મશીન બનાવવામાં આવશે.

આગામી દિવસોમાં ઈમાનદારીપૂર્વક ડમ્પીંગ સ્ટેશન માટે કાર્ય કરવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા કચ્છની ત્રણ નગરપાલિકાને મુન્દ્રા રોડ પાસે આવેલા સેડાતા પાસે જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ જ્યાં સુધી કચરાને રિસાયકલ કરવામાં નથી આવતું ત્યાં સુધી ત્યાં કચરો ફેંકી શકાતું નથી. ભુજ નગરપાલિકા દ્વારા ત્યાંની જમીનની માપણી પણ કરવામાં આવી છે પરંતુ ત્યાંની જમીન પર ખાઈઓ આવેલી છે જેથી ત્યાં કચરો ફેંકી શકાય તેવી પરિસ્થિતિ નથી અને તેને બાળવામાં આવે તો પ્રદૂષણ થાય વગેરે જેવી મુશ્કેલીઓ છે.પરંતુ આવનારા દિવસોમાં ભુજ નગરપાલિકા દ્વારા ઈમાનદા પૂર્વક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

મેડિકલ વેસ્ટેજના નિકાલ વિશે યોગ્ય તપાસ કરવામાં આવશે

રિસાયક્લિંગના મશીનની વાત કરવામાં આવે તો તે મશીન નગરપાલિકાનું નથી તે એક અન્ય કંપનીનું છે અને આ કંપનીએ ભુજ નગરપાલિકાની શરતો મુજબ કાર્ય ના કરતા તેને આ મશીન ત્યાંથી કઈ લેવા મટે નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મશીન ત્યાંથી ઉપાડી લેવામાં આવશે. હુન્નરશાળા અને ભુજ નગરપાલિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવામાં આવશે. જ્યાં સુધી આગની વાત છે ત્યાં સુધી ભુજ નગરપાલિકાના કામદારો દ્વારા આગ લગાડવામાં નથી આવતી પરંતુ ક્યારેક અસામાજિક તત્વો દ્વારા કચરાના ઢગમાંથી સારી વસ્તુ વિણવામાં આવે છે અને ત્યાર બાદ આગ લગાડવામાં આવે છે.મેડિકલ વેસ્ટેજ પણ જો ત્યાં ફેંકવામાં આવી રહ્યું હશે તો ત્યાં તપાસ કરવામાં આવશે અને જો ત્યાં નિકાલ થતો હશે તો જે કર્મચારી આ કાર્યમાં સંકળાયેલ હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022 canceled: વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રદ્દ કરવા પાછળનું જણાવ્યું કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.