ભુજનું સોળમી સદીનું ધિંગેશ્વર મહાદેવ મંદિર શહેરની મંગળા આરતીઓના કેન્દ્રમાં છે. ઝિંગ શિવલિંગ એટલે કે, વિશાળ શિવલીંગના કારણે ધિંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિરના પૂજારી ઈશ્વર ગોસ્વામી છે. પૂજારી નિયમિત સવાર સાંજ મહાદેવની આરતી કરે છે.
વહેલી સવારે જ ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતા. ધિંગેશ્વર મહાદેવના ભક્ત અને કચ્છના જાણીતા કલાકાર નોબત વાદક શૈલેષ જાની અને તેમની ટીમ દ્વારા આ મહાઆરતી કરવામાં આવી હતી. કચ્છમાં કડકડતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. હર રોજ વહેલી સવારે નોબત જલર મહાઆરતીનો લાભ લઇ ભાવિકોએ ધન્યતા અનુભવે છે.