કચ્છઃ કોરોના મહામારી વચ્ચે સૌ કોઈના દિલમાં ડર હોય તે સ્વાભાવિક છે. પણ જો તમે મજબૂત છો આપના દિલમાં દિમાગમાં લડી લેવાની હિંમત છે તો કોરોના પણ તમારૂ કંઈ જ બગાડી શકતો નથી. ભૂજની હોસ્પિટલમાંથી 60 વર્ષિય કોરોના દર્દીને રજા આપવામાં આવી છે. આ દર્દીની કહાની વાંચીને તમને આત્મવિશ્વા અને હિંમત ચોક્કસ મળશે.
તમારામાં કોઇપણ રોગ સામે લડવા માટે મનોબળ મજબૂત હોય તો ગમે તેવા જોખમી દર્દને માત આપી શકાય છે. તો પછી કોરોનાની કોઈ વિસાત જ નથી. એ હકીકતને અંજાર તાલુકાના ખોખરા ગામના 60 વર્ષીય પૂર્વ સરપંચે અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ કોવિડ હોસ્પિટલમાં ચરિતાર્થ કરી બતાવી છે. મજબૂત મનોબળના આ દર્દીએ કોરોના સામે 37 દિવસનો જંગ ખેલી મહામારીને પરાસ્ત કરી છે.
એવી માનસિકતા મજબૂત કરી લીધી. પરિણામે તબીબો માટે કાઉન્સેલીંગનું કામ સરળ થઇ ગયું. તબીબો સહિત તમામ સારવાર કરતા સ્ટાફ સાથે તેમણે જાતે જ ઘર જેવું વાતાવરણ ઉભું કરી દેતા હોસ્પિટલનું કામ સરળ કરી આપ્યું દરમિયાન તેમણે 9મી જૂને 60મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.
હોસ્પિટલનાં ફીઝીશીયન અને રેસી. ડો. રૂબી પટેલે કહ્યું કે, દર્દીને પ્રારંભનાં શ્વાસની તકલીફને કારણે બાયપેપ પર રાખ્યા પછી 30મી જૂન પછી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સાથે IMCRની માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી આ સારવારમાં દર્દીના સકારાત્મક અભિગમે સોનમ સુગંધનું કામ કર્યું હતું. છેવટે 37દિવસની દર્દીઓ ડોકટરની મહેનતે કોરોનાને હરાવ્યો છે. વિદાય ટાંકણે તેમણે હોસ્પિટલની સારવાર- સહકારનો આભાર માન્યો હતો. એમ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે જણાવ્યું હતું.
આ સારવારમાં ફિઝીશીયન ડો. દીપક બલદાનીયા, ડો. નિરાલી ત્રિવેદી, ડો. જયંત સથવારા, ડો. યેશા ચૌહાણ, ડો. ક્રીશ જીવાણી, ડો. દીપ ઠક્કર, ડો. ચંદન ચુડાસમા, ડો.ખ્યાતી તેમજ ડો. પૂજા ફૂમાંકીયા સારવારમાં જોડાયા હતા.