કચ્છના ભચાઉ તાલુકામાં વર્ષ 2018માં વીમા કંપની દ્વારા ખેડૂતોને પુરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. વીમા કંપની દ્વારા ખેડૂતોને 70 ટકાને બદલે માત્ર 40 ટકા જેટલો પાક વીમો ચુકવવામાં આવ્યો છે. સાથે જ ચાલુ વર્ષે પણ અતિવૃષ્ટિ કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
સરકાર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માગણી સાથે ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર આપવા છતાં જો આગામી દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો, ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.