ETV Bharat / state

મોરબી હોનારતને ધ્યાને રાખી 130 વર્ષ જૂનો રૂકમાવતી બ્રિજ બંધ કરવાનો કલેકટરનો આદેશ - Roads and Buildings Department

મોરબીના કેબલ બ્રિજ પર 400થી વધુ લોકો ફરવા આવ્યા હતા. રવિવાર હતો એટલે મોરબીવાસીઓ કેબલ બ્રિજ (Morbi Hanging Bridge Accident) પર ફરવા માટે આવ્યા હતા, કેબલ બ્રિજની ક્ષમતા કરતાં વધુ લોકો બ્રિજ પર હતા. જેને કારણે કેબલ બ્રિજ તૂટી પડ્યો હોવાનું એક પ્રાથમિક તારણ નીકળે છે. માંડવી નગરપાલિકા દ્વારા નવા બ્રિજ સમાંતર રહેલા રાજાશાહી વખતના જુના રૂકમાવતી બ્રિજની જર્જરિત હાલતને ધ્યાને લઇ જિલ્લા કલેકટર કચેરી તરફથી આ બ્રિજને લોકોની અવરજવર માટે પ્રતિબંધિત (Barricade on old Rukmavati Bridge) જાહેર કરવામાં આવ્યો છે.

મોરબી હોનારતને ધ્યાને રાખી 130 વર્ષ જૂનો રૂકમાવતી બ્રિજ બંધ કરવાનો કલેકટરનો આદેશ

author img

By

Published : Nov 1, 2022, 7:22 PM IST

કચ્છ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાના કારણે 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે. રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની જે હોનારત સર્જાઈ છે. તેના પગલે કચ્છનું વહીવટીતંત્ર પણ જૂના બ્રિજને લઈ સતર્ક બન્યું છે. સલામતીના ભાગરૂપે આજે માંડવી શહેર ખાતે આવેલા 130 વર્ષ જૂના રૂકમાવતી બ્રિજને (Morbi Old Rukmavati Bridge) કલેકટર કચેરીના આદેશ અનુસાર નગરપાલિકા (Morbi Municipality) દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. માર્ગ વચ્ચે બેરીકેટ ગોઠવી અવર જવર પર પ્રતિબંધ (Barricade on old Rukmavati Bridge) લગાવવામાં આવ્યો છે.

માર્ગ વચ્ચે બેરીકેટ ગોઠવી અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રાજાશાહી વખતનો રૂકમાવતી બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરાયો મોરબીમાં ઝૂલતો પુલ (Morbi hanging Bridge Collapsed) તુટી જતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે કચ્છના વહીવટી તંત્ર (Administration of Kutch) દ્વારા પણ કચ્છના જૂના અને જર્જરિત બ્રિજને બંધ કરવા તેમજ તેના પર વાહનવ્યવહાર બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યું છે. માંડવી નગરપાલિકા દ્વારા નવા બ્રિજ સમાંતર રહેલા રાજાશાહી વખતના જુના રૂકમાવતી બ્રિજની જર્જરિત હાલતને (Dilapidated condition of old Rukmavati Bridge) ધ્યાને લઇ જિલ્લા કલેકટર કચેરી તરફથી આ બ્રિજને લોકોની અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. તંત્રના આદેશને અનુસરીને માંડવી નગરપાલિકા દ્વારા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

કચ્છના જૂના અને જર્જરિત બ્રિજને બંધ કરવા તેમજ તેના પર વાહનવ્યવહાર બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યું છે.

130 વર્ષ કરતા વધુ સમય સુધી પુલ અડીખમ રહ્યો 130 વર્ષ કરતા વધુ સમય પહેલા બનેલા આ પુલને થોડા સમય પહેલા જર્જરિત બનતા બંધ કરાયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે તેની સમકક્ષ 11 મીટર પહોળો અને 200 મીટર લાંબા પુલનુ નિર્માણ કર્યું હતું. શહેરમાં પ્રવેશવા માટે 130 વર્ષ પહેલા બનેલા પુલની પણ કંઇક અલગ જ યાદો છે. દરિયાના ખારા પાણી વચ્ચે પણ 130 વર્ષ કરતા વધુ સમય સુધી પુલ અડીખમ રહ્યો અને હમણાં સુધી લોકો તેના પર અવરજવર કરતા હતા.

100 વર્ષની મજબૂતીની ગેરંટી નવા બ્રીજના નિર્માણ પછી હવે જૂનો બ્રિજ સંપૂર્ણ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે જર્જરીત બનતા બંધ કરી દેવાનો હુકમ કર્યો છે. અંગ્રેજોના સમયમાં આ પુલ પથ્થરોના ચણતર વચ્ચે મજબૂત રીતે બનાવ્યો હતો. 100 વર્ષની મજબૂતીની ગેરંટી સાથે તેના પરથી અસંખ્યા વાહનો પસાર થતા, અનેક વખત નદીમાં પુર આવ્યા હતા. પરંતુ છંતા તે પુલ અડીખમ રહ્યો અને તેથી જ માંડવીની ઓળખ સાથે આ પુલની પણ એક અલગ ઓળખ છે.

નગરપાલિકા દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો માંડવી નગરપાલિકાના પ્રમુખ (President of Mandvi Municipality) હેતલબેન સોનેજીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુલમાં તિરાડો પડી છે અને જર્જરીત બનતા અકસ્માતની શક્યતાને લઇ આ આદેશ કરાયો છે. કલેકટર કચેરી મારફતે માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) તરફથી શહેરનો જૂનો રૂકમાવતી બ્રિજ સદંતર બંધ કરી દેવાની લેખિત સૂચના મુજબ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારે વાહનો માટે આ બ્રિજ પર અવરજવર બંધ હતી. જ્યારે આજથી તમામ વાહનો માટે બ્રિજ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. બ્રિજના ગેટની બંને તરફ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.