ETV Bharat / state

બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો

કચ્છના બન્ની વિસ્તારમાં 14માં બન્ની પશુ મેળાનું આયોજન (Banni cattle fairs) કરવામાં આવ્યું છે. જેમાં ન માત્ર ભારત દેશ પણ વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે. આ પશુ મેળામાં વિદેશી પ્રવાસીઓ કચ્છીમાડુનો પશુ સાથેનો સંબંધ આકર્ષાયો છે. (Foreign tourists in Kutch)

બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો
બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો
author img

By

Published : Dec 17, 2022, 4:59 PM IST

રણોત્સવ બાદ હવે બન્ની પશુ મેળા તરફ પરદેશી પ્રવાસીઓ આકર્ષાયા

કચ્છ : જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં પશુ ઉછેરક માલધારી સંગઠન (Banni cattle fairs) દ્વારા 14માં બન્ની પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સફેદ રણ બાદ હવે આ પશુ મેળો પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. વિશ્વના વિવિધ ખૂણેથી સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ હવે ખાસ આ પશુ મેળો પણ જોવા આવી રહ્યા છે. (Banni cattle fairs Foreign tourists)

આ પણ વાંચો કચ્છમાં કુદરતના સફાઈ કામદાર એવા ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

વિદેશી પ્રવાસીઓએ માણ્યો પશુ મેળો 14માં બન્ની પશુ મેળામાં સ્પેન, બ્રાઝિલ, પેરુ, ઈટાલી જેવા દેશો તેમજ ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાંથી પણ અનેક લોકો પશુ મેળો નીહાળવા ઉમટ્યા હતા. કચ્છની સંસ્કૃતિ અને કચ્છના પશુઓથી પ્રભાવિત થયા હતા. તો કચ્છના લોકોનુ પશુપ્રેમ અંગે પણ સરાહના કરી હતી. કોરોના બાદ આ વર્ષે પ્રવાસન સારું ખીલતા સફેદ રણમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ સારો છે. તો રણોત્સવ વચ્ચે યોજાતા પશુ મેળો જોવા આ વખતે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ પહોંચ્યા હતા. (Foreign tourists in Kutch)

સમગ્ર કચ્છમાંથી માલધારીઓ કચ્છના બન્ની વિસ્તારમાં મુખ્ય વ્યવસાય છે પશુપાલન અને આ વ્યવસાયને વિકસાવવા અહીંનો બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન છેલ્લા 14 વર્ષથી પશુ મેળાનું આયોજન કરતો આવે છે. આ પશુ મેળામાં ગીર ગાય અને બન્ની ભેંસોની તંદુરસ્તી હરીફાઈ, દૂધ દોહન હરીફાઈ તો ઘોડાઓની પણ દોડ આ મેળામાં યોજાય છે. માત્ર બન્ની જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાંથી માલધારીઓ પોતાની ગાય ભેંસ સાથે આ સ્પર્ધાઓમાં ભાગ લે છે. (14th Banni Cattle Fair Organized)

આ પણ વાંચો ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ પેરુથી આવેલા સ્ટ્રિલ્સે જણાવ્યું હતું કે, આ પશુ મેળો અહીંની સંસ્કૃતિ દર્શાવે છે. જેમાં મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ કેટલો જરૂરી છે તે જોવા મળે છે. તો મહારાષ્ટ્રથી આવેલા સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, આ પ્રકારનો મેળો જોઈને તેને પોતાના મહારાષ્ટ્રમાં યોજાતા પશુ મેળાની યાદ આવી હતી.(Banni cattle fairs in Kutch 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.