ETV Bharat / state

Kutch News: "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”, ટીવી-મોબાઈલ વગર કેમ જીવવું એના પાઠ શીખે છે બાળકો - Swami Pradiptananda Saraswatiji

હાલના આ મોબાઈલ યુગમાં બધી જ ભૌતિક સગવડતાઓ વચ્ચે બાળક પોતાનું વાસ્તવિક બાળપણ ખોઈ રહ્યું છે. તથા પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ વચ્ચે બાળકો સનાતન વૈદીક ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પણ ભૂલી રહ્યા છે.ત્યારે બાળકો માટે "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર” મારફતે બાળકોને મૂલ્યો શીખવાડવામાં આવી રહ્યા છે.

બાળકોને મોબાઇલ અને ઇન્ટરનેટના કુપ્રભાવમાંથી મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ચાલી રહી છે  "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”

author img

By

Published : May 11, 2023, 3:34 PM IST

Updated : May 11, 2023, 6:59 PM IST

બાળકોને મોબાઇલ અને ઇન્ટરનેટના કુપ્રભાવમાંથી મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ચાલી રહી છે "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”

કચ્છ: હાલમાં શાળાઓમાં વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે વેકેશનમાં તો બાળકો માટે ટી.વી કે મોબાઈલ સિવાય કોઈ કરવાનું સુજતુ જ નથી. વળી એ લઈ લેવામાં આવે તો બાળકો પોતાને બહુ જ એકલા અનુભવે છે. આ પ્રશ્નના સંદર્ભમાં ભુજના આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા વેકેશનની શરૂઆતમાં જ બાળકો માટે "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર” એવા સાત દિવસની સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 થી 15 વર્ષના બાળકો માટે જુદાં જુદાં 10 વિષયો પર સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી દ્વારા બાળકોને મૂલ્યો શીખવાડવામાં આવી રહ્યા છે.

આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષએ શુ કહ્યું: પ્રદીપ્તાનંદ સરસ્વતીજી જણાવ્યા અનુસાર મોબાઈલથી કેટલા કેટલા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. આવા બધા મુદ્દાઓની ચર્ચા છોકરાઓ જે ભાષામાં સમજી શકે એમાં તેમને સમજાવવામાં આવે છે. તો શ્લોક પઠન, રામાયણ, મહાભારત, આધારિત મૂલ્ય શિક્ષણ, ભગવદ્ ગીતાનો 12 મો અને 15 અધ્યાય, ચેન્ટીંગ, સામાન્ય જ્ઞાન, ધ્યાન- પ્રાણાયામ-ઓમકાર, વૈદીક રીતે જન્મદિવસ ઉજવણી, એક દિવસની ટ્રીપ, પ્રાર્થના ગીત, વૈદિક મૂલ્યો શીખવતી અલગ અલગ રમતમાં સાંકળવામાં આવી રહી છે.

"અત્યારના સમયની અંદર બાળકો ઉપર જે રીતે ડિજિટલ મીડિયા એટલે કે ખાસ કરીને મોબાઇલ, ઇન્ટરનેટ આવા બધા તત્વોનું જે કુપ્રભાવ પડ્યો છે એમાંથી બાળકોને મુક્ત કરવું એ મુખ્ય લક્ષ્ય છે. મોબાઇલ વગર છોકરાઓને રહેતા નથી આવડતું અને અત્યારે સ્કૂલ નથી તો માતા-પિતા પાસે ટાઈમ નથી કે છોકરા પાસે આખો દિવસ પસાર કરી શકે એટલે અહીં સવારના 10 થી 1 ત્રણ કલાક છોકરાઓને પાસે રાખીએ અને આવી રીતે એક અઠવાડિયાની શિબિર શરૂ કરવામાં આવી" -- પ્રદીપ્તાનંદ સરસ્વતીજી (આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ)

મુખ્ય ઉદ્દેશ્ય: આ શિબિરનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે, બાળકો આ વેકેશનમાં સવારમાં મોડી સુધી સુતા ન રહે અને પછી મોબાઇલને ટીવીની જે ઇફેક્ટ છે. તે તેમના પણ ના થાય તે માટે તો આ ત્રણ દિવસમાં મારું બાળક છે કે એમાં એ હું ફેરફાર જોઉં છું કે, તે થઈ જ ગયા છે. સવારે વહેલો ઉઠી જાય છે અને ટીવી માટે પણ હવે તેને ટાઈમ ન મળે. કારણકે સવારમાં ત્રણ કલાક એ લોકો અહીંયા હોય અને પછી સાંજે સ્વામીજીએ તેમને રામ-રામ લખવાનું આપ્યું છે. જેથી સાંજે તેમાં સમય પસાર કરે છે. સવારના ઉઠીને મારું બાળક જાતે ચાદર સંકેલે છે, ઉઠીને શ્લોક બોલે છે, ન્હાતી વખતે શ્લોક બોલે છે. તો માતા પિતાને દરરોજ પ્રણામ કરે છે. માટે જે ઉદ્દેશ્યથી આ શિબિર થઈ રહી છે તે આ જમાનાના બાળકો માટે જરૂરી છે.

આ પણ વાંચો

Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું

Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર

Kutch News : ત્રીજી પેઢીએ સ્વાદપ્રિય, આનંદ લહેરીના નેચરલ આઈસ્ક્રીમ ખાઈને લોકો પોતાની લહેરમાં

Last Updated : May 11, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.