ETV Bharat / state

મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર પર હુમલો, પોલીસે 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા - પોલીસ બંદોબસ્ત દૂર થતા હુમલો

અત્યારે એવું કહેવાય છે કે, દેશમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિને એકસમાન ગણવામાં આવે છે. ન કોઈ જાતિનો ભેદભાવ અને ન તો કોઈ વ્યક્તિને અન્યાય થાય છે. તેવામાં કચ્છમાં આજે પણ દલિત સમાજના લોકો પર હુમલો થઈ રહ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિત સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો જૂની અદાવતમાં કરવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ પોલિસે આરોપીઓ સામે અલગ-અલગ ફરિયાદો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કચ્છમાં ભચાઉ તાલુકાના નેર ગામમાં જૂની અદાવતમાં દલિત સમાજના લોકો પર હુમલો

author img

By

Published : Oct 30, 2021, 11:16 AM IST

Updated : Oct 30, 2021, 12:23 PM IST

  • કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિત સમાજના લોકો પર હુમલો
  • જૂના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો હોવાનો આક્ષેપ
  • દલિત પરિવારે મંદિરની અંદર દર્શન કરતાં થયો હુમલો એવો આક્ષેપ કર્યો
  • ખેતરમાં ઘૂસીને 20 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો

કચ્છઃ ભચાઉ તાલુકાના નેર ગામમાં થોડા દિવસ અગાઉ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાવિધિ હતી, જેમાં ગોવિંદ રામજી વાઘેલા તથા તેમના પરિવારજનો દર્શન માટે ગયા હતા. તો કેટલાક સમુદાયે ખેતી કરતા દલિત પરિવાર જગાભાઈ વાઘેલાને ગામના નવા બનેલા મંદિરમાં પ્રવેશવા દેવા સામે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગામમાં વિવાદ શરૂ થયો હતો અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ દલિત સમાજના લોકો કરી રહ્યા છે.

કચ્છમાં ભચાઉ તાલુકાના નેર ગામમાં જૂની અદાવતમાં દલિત સમાજના લોકો પર હુમલો

આ પણ વાંચો- વડોદરા સાવલીમાં Dalit પરિવાર સાથે ભેદભાવના કેસમાં 3 લોકોની ધરપકડ

દર્શન કરવા મુદ્દે થયેલા હુમલાથી દલિત સમાજમાં રોષ

આ ઉપરાંત જૂના ઝઘડાનું મનદુઃખ રાખી ગામનાજ અલગ-અલગ સમાજના લોકોએ પરિવાર પર હુમલો કર્યો હતો. દલિત સમાજના લોકો પર થયેલા હુમલાથી દલિત સમાજમાં રોષની લાગણી છે. તો બીજી તરફ પરિવાર ન્યાયિક તપાસ સાથે આરોપી સામે ઝડપી કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Fatal attack on Dalit youth: નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો

ખેતરમાં 20 લોકોના ટોળાએ હુમલો કર્યો

અન્ય સમાજના લોકો જ્યારે દલિત પરિવાર તેમના ખેતરમાં પહોંચ્યા ત્યારે અચાનક ઝાડીઓની પાછળથી 20 લોકોના ટોળાએ બંને પર હુમલો કર્યો હતો. દલિત પરિવારના જગાભાઈ વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ તેમને લાકડાની લાકડીઓ, પાઈપ અને કુહાડી જેવા હથિયારો વડે માર માર્યો હતો.

જૂની અદાવતમાં હુમલો થયાનો દલિત સમાજનો આક્ષેપ

આમ, તો છેલ્લા ઘણા સમયથી ગામમાં આ પરિવાર તથા તેની સમાજના અન્ય લોકો સાથે ગામમાં વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે સમાધાન થયા બાદ પોલીસ રક્ષણ સાથે ગામમાં દલિત સમાજના લોકો દર્શન માટે ગયા હતા, પરંતુ પોલીસ બંદોબસ્ત દુર થયા બાદ જૂની અદાવતમાં આ હુમલાની ઘટના બની છે. તો આ બનાવની જાણ થતા ગામમાં હુમલો કરનારા સામે ફરીયાદ નોંધાઈ છે અને આરોપીને પકડવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે.

આરોપી વિરૂદ્ધ FIR નોંધાઇ, 5 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યું

દલિત સમાજના ખેતરમાં ભરવાડ સમાજના લોકોની ભેંસો ઘૂસી જવાથી ઝઘડો થયો હતો અને ત્યારબાદ દલિત સમાજના લોકોના ઘરે જઈને અન્ય ટોળાએ હુમલો કર્યો હતો. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્યારે પોલીસ આરોપીઓને પકડવા કાર્યવાહી કરી રહી છે. સાથે જ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે બેઠક પણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 5 આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યું છે.

Last Updated : Oct 30, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.