ETV Bharat / state

ગુજરાતમાં માંડવીની પ્રાથમિક શાળામાં પ્રથમવાર શિક્ષણ માટે શરૂ કરાયું ATE, શું છે આ ATE? - કોઈપણ સમયે શિક્ષણ

કચ્છના માંડવી તાલુકાનાના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળામાં(HundraiBagh Primary Schoo) શિક્ષક દિપક મોતા જેઓ હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને નવતર પ્રયોગ કરતા રહે છે. ચાલુ શાળાએ વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ(Any Time Education ) કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે માટે ઉપાય કર્યો છે. આ ઉપાય માટે ATEનું છાત્રાર્પણ કરવામાં આવ્યું છે. શું છે આ ATE? ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં.

ગુજરાતમાં માંડવીની પ્રાથમિક શાળામાં પ્રથમવાર શિક્ષણ માટે શરૂ કરાયું ATE, શું છે આ ATE?

author img

By

Published : May 28, 2022, 11:00 PM IST

કચ્છ: માંડવી તાલુકાનાના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળામાં(HundraiBagh Primary School) પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું પ્રથમ એજ્યુકેશનલ કિઓસ્ક ATE- Any Time Educationનું છાત્રાર્પણ કરવામાં આવ્યું છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે. તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ( Special Projects for Primary Education) અને ગુજરાતનું પ્રથમ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું.

ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું આજે છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો અનિવાર્ય - માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના(Mandvi Primary School) શિક્ષક દિપક મોતા કે જેઓ હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને કંઈકને કંઈક નવતર પ્રયોગ કરતા રહે છે જેથી કરીને વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગે અને કોઈ પણ સંજોગોમાં તેમનું શિક્ષણ ના બગડે. આ વર્ષે જાન્યુઆરી 2022માં જ્યારે કોરોનાની લહેરના કારણે શાળાઓ બંધ થઈ અને શિક્ષણ ફરીથી બંધ થયું ત્યારે શાળાના શિક્ષક દિપક ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે જેવી રીતે કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી શકાય છે. તેજ રીતે જો શિક્ષણમાં એવું કંઈ સંશોધન કરી શકાય તો અગાઉ જે રીતે કોરોનાના કારણે લોક ડાઉન થયું તે ફરીથી થશે અને વિદ્યાર્થીઓનો શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો અનિવાર્ય છે.

બાળકો વેકેશનમાં તેમના અનુકૂળ સમયે આ KIOSKનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના 200 દિવસ પૂર્ણ..! જુઓ 61,000 કિલોમીટરના પ્રવાસમાં શું લેવાયા મહત્વના નિર્ણયો

બાળકો ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે Educational KIOSKનું આજે છાત્રાર્પણ - ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું આજે છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું. દિપક મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ બાળકો ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત(Education Anywhere) કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું આજે છાત્રાર્પણ કરવામાં આવ્યું છે.આ Educational KIOSKમાં ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી માધ્યમના શિક્ષણનું કન્ટેન્ટ ધરાવે છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું છે.

આ KIOSK ATMની રીતે ઉપયોગમાં લેવાશે - દિપક મોતાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ KIOSK ATMની રીતે ઉપયોગમાં લેવાશે અને એનું નામ ATE રાખવામાં આવ્યું છે એટલે કે Any Time Education. હાલમાં વેકેશન ચાલુ છે ત્યારે આ KIOSK બજારમાં રાખવામાં આવશે જેથી બાળકો વેકેશનમાં તેમના અનુકૂળ સમયે આ KIOSKનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે છે. આ વેકેશન બાદ શાળામાં આ KIOSK મૂકવામાં આવશે જેથી બાળકો શાળામાં પણ બાળકો તેનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે.

Educational KIOSKના છાત્રાર્પણ પ્રસંગે શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભવો રહ્યા ઉપસ્થિત - આ Educational KIOSKના છાત્રાર્પણ પ્રસંગે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના પૂર્વ નિયામક ડૉ. ટી. એસ. જોષી,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગરના પૂર્વ નિયામકડૉ. નલિન પંડિત, કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન પટેલ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના પ્રાચાર્ય સંજયભાઈ પી. ઠાકર,કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. દર્શનાબેન ધોળકિયા,પત્રકાર, કટારલેખક અને ઇતિહાસકાર નરેશભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.

દિપક મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ બાળકો ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું આજે છાત્રાર્પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Right to Education Act: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતરગત પાટણ જિલ્લામાં 732 બેઠકો સામે 1997 ફોર્મ ભરાયા

અગાઉ પણ કોરોના કાળમાં બાળકોને શિક્ષણ મળી રહે તે માટે નવતર પ્રયોગ કર્યા હતા - ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિપક મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી અને ત્યાર બાદ કોરોના કાળમાં જ્યાં ગાડીના પહોંચી શકે ત્યાં જવા માટે ઇબાયસિકલ બનાવીને સ્પીકર અને લેપટોપના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

શિક્ષકે પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ - દિપક મોતાનું માનવું છે કે સરકાર તરફ્થી શિક્ષક તરીકે તેમને પૂરતી સવલતો અને પગાર મળે છે તો તેમને પણ બાળકોના શિક્ષણને લઈને પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને નવા નવા સંશોધનો અને પ્રયોગો કરીને બાળકોને ભણવવો જોઈએ જેથી કરીને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.