ETV Bharat / state

Kutch: ગ્રીન એનર્જીના નામે થતા ગોરખ ધંધા સામે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન - કચ્છ અપડેટ્સ

ચરિયાણ અને ગૌચર જમીનો પર તેના નકશા બદલીને તેમજ મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન કરીને બાગાયત પાકોને નુકસાન પહોંચાડવામાં આવે છે. ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છની ખેતી માટે વિનાશ સાબિત થશે. ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ હળાહળ અન્યાય છે. આ કામગીરીમાં ખેડૂતોને સાથે રાખવામાં આવે તેવી માગ સાથે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Kutch
Kutch
author img

By

Published : Aug 3, 2021, 1:01 PM IST

  • કચ્છમાં પવનચક્કી સ્થાપવા માટે જમીનનો થઈ રહ્યો છે બેરોકટોક ઉપયોગ
  • કામગીરીમાં ખેડૂતોને સાથે રાખવામાં આવે તેવી માગ
  • મહતમ નુકસાની સામે નહિવત વળતર ચૂકવી ખેડુતો સાથે કરાઈ છે અન્યાય

કચ્છ: ગ્રીન રીન્યુએબલ એનર્જી પ્રોજેકટના કામો ચાલી રહ્યા છે, જેમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજ ટાવરો, પવનચક્કીઓ, ગેસ લાઈનોના રસ્તાઓના કામ ચાલુ છે. ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છની ખેતી માટે વિનાશ સાબિત થશે. ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ હળાહળ અન્યાય છે. જેથી આ કામગીરીમાં ખેડૂતોને સાથે રાખવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ખેડૂતોની સમંતી લીધા બાદ જ પવનચક્કીના કામો કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા રજુઆત કરાઈ

સમગ્ર કચ્છમાં ગ્રીન રીન્યુએબલ એનર્જી પ્રોજેકટના કામો ચાલુ છે. જેમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજટાવરો, પવનચક્કીઓ સહિતના કામો ચાલી રહ્યા છે. કામ કરતી કંપનીઓ દ્વારા નહીવત વળતર આપીને સરકારના કાયદા અને હુકમો બતાવીને પોલીસતંત્ર તથા ગુંડાઓ રાખી ખેડૂતોની સહમતી વગર મારી નાખવા સહિતની ધાક ધમકીઓ આપીને કામ કરવામાં આવે છે. ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી ખેતરોની ફેન્સીંગ તેમજ દરવાજા તોડી પાડી જોહુકમથી કામ કરવામાં આવી રહ્યું છે. તેવું ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છ માટે વિનાશ સાબિત થઈ રહ્યો છે

ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ હળાહળ અન્યાય છે. ખેડૂતોના સિંચાઈ માટેના બોર આવેલા છે, તે જગ્યા પર રાતોરાત પવનચક્કી ઉભી કરીને બોર – કુવાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ચરિયાણ અને ગૌચર જમીનો પર તેના નકશા બદલીને તેમજ મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન કરીને બાગાયત પાકોને નુકસાન પહોંચાડવામાં આવે છે. કંપનીઓ દ્વારા કરાતી દાદાગીરીને લીધે ખેડૂતો અને માલધારીઓને ખેતર કે જંગલમાં જવામાં પણ ડર લાગી રહ્યો છે. ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છ માટે વિનાશ સાબિત થઈ રહ્યો છે.

કંપનીઓ દ્વારા ખેડૂતોને સાથે રાખીને કામ કરાય તેવી માંગ સંઘ દ્વારા કરવામાં આવી

ખેડૂતોની સંમતી વીના પ્રોજેકટને લગતા કાર્યો ન કરાય અને ખેતરોમાં ટાવર ઉભા કરવા, ગેસ લાઈન નાખવા, વીજ વાયરો પસાર કરવા કે પવનચક્કી ઉભી કરવાના કિસ્સામાં કંપનીઓ દ્વારા ખેડૂતોને સાથે રાખીને કામ કરાય તેવી માંગ સંઘ દ્વારા કરવામાં આવી છે. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ ડાયાભાઈ રૂડાણી, મહામંત્રી વાલજીભાઈ લીંબાણી, મંત્રી ભીમજીભાઈ કેરાસીયા, મહિલા પ્રતિનિધિ રાધાબેન ભુડીયા અને વાલુબેન તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રાષ્ટ્રીય કાર્યમાં તમામ ખેડૂતો પણ પૂરતો સહયોગ આપે તેવી અપીલ

પવનચક્કી નાખતી કંપની સનપાવરના વકીલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે કંપની સરકારના નીતિ નિયમ મુજબ પૂરતું વળતર આપવા તૈયાર છે જો વળતર ની રકમ ઓછી લાગતી હોય તો તેઓ વાંધા સાથે વળતર સ્વીકારી શકે અને કોર્ટ દ્વારા એ જે ચુકાદો આવે તે રીતે મેળવી શકશે. આ રાષ્ટ્રીય કાર્યમાં તમામ ખેડૂતો પણ પૂરતો સહયોગ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી

પવનચક્કીના નામે ખેડૂતો પર અત્યાચાર થાય છે

છેલ્લાં ઘણાં સમયથી કચ્છમાં વીજલાઇન, પવનચક્કીના નામે ખેડૂતો પર અત્યાચાર થાય છે. વિકાસ માત્ર કંપનીનું થાય છે. ઉપરાંત ખેડૂતોને મામૂલી વળતર આપીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. દરેક તાલુકામાં કંપનીઓ દ્વારા પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે પરિણામે ખેડૂતો પાયમાલ બન્યા છે.

ગ્રીન એનર્જીના નામે થતા ગોરખ ધંધા સામે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન

જાણો શું કહ્યું કિસાન સંઘ મહિલા પ્રમુખે

અત્યારે જે વીજલાઇન અને પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે તે ખેડૂતોની માલિકીની વાડીમાં બળજબરીથી ખેડૂતોની મરજી વિરુદ્ધ આ કામ કરવામાં આવી રહ્યા છે. માટે ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવે છે અને તેમને દબાવવામાં આવે છે એ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈને દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ પણ વાંચો: અદાણી ગ્રીન એનર્જીને SECIનો રૂપિયા 45,000 કરોડનો ઓર્ડર મળ્યો

જાણો શું કહ્યું કંપનીના વકીલે?

રાષ્ટ્રીય કાર્યમાં સહયોગી થવા વળતર લઈને ખેડૂતો સહયોગ આપે અને એમને કંપની સરકારના નીતિ નિયમ મુજબ પૂરતું વળતર આપવા તૈયાર છે જો વળતર ની રકમ ઓછી લાગતી હોય તો તેઓ વાંધા સાથે વળતર સ્વીકારી શકે અને કોર્ટ દ્વારા એ જે ચુકાદો આવે તે રીતે મેળવી શકશે.આમ વીજપોલ અને વીજ લાઈન અંગે ની વિસંગતતાઓ દૂર થશે તો ઘર્ષણ ઓછું થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.