કચ્છઃ જિલ્લામાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે કચ્છમાં દૈનિક હજુ પણ લોકોની અવરજનર થઈ રહ્યાનું જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. બીજી તરફ કચ્છના રણ માર્ગેથી અનેક વાહનો કચ્છમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી રાપર તાલુકાના મોમાયમોરા પંયાયતે આ માર્ગો તોડીને બંધ કરી દીધા છે.
હજુ પણ એક રણરસ્તો ખૂલ્લો હોવાનું જાણવા મળ્યું છે. બીજીતરફ જિલ્લાના તમામ ઉચ્ચાધિકારીઓ સરહદો સીલ હોવાના દાવો કરી રહ્યા છે. આમ તંત્રો વચ્ચે આપસી સંકલનનો અભાવ અથવા સાચી માહિતીના આપલેની કચાશ કચ્છ માટે ગંભીર સ્થિતીનો ઈશારો કરી રહી છે.
ભૂજના માધાપરના વૃ્દ્ધનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્ય અધિકારીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ પણ વાહનો આવી રહ્યા છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ કહ્યુ હતું કે, આરોગ્ય અધિકારીને તાલુકા કક્ષાએથી માહિતી મળી છે.
આ બાબત ચકાસી લેવાશે જો કે, જે લોકો આવી રહ્યા છે. તેઓ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા હોય તો જ પ્રવેશ અપાયો છે. તેમ છતાં આ બાબતે કોઈ કચાશ હશે તો કડક કાર્યવાહી કરાશે. હોમ કવોરન્ટાઈનો ભંગ થશે તો તંત્ર પગલા ભરશે. કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી સુભાષ ત્રિવેદીએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે, સરહદો સીલ છે. કોઈ અવર જવર નથી.
કચ્છમાં એબ્યુલન્સનો ઉપયોગ કરીને પણ અનેક લોકોની અવરજવર થઈ ગઈ છે. આ સ્થિતીમાં તંત્ર ભલે સરહદો સીલનો દાવો કરતું હોય પણ સ્થિતી ગંભીર જરૂર છે. જયારે ખુદ આરોગ્ય અધિકારી સ્વીકારી રહ્યા છે, ત્યારે અન્ય અધિકારીઓ તે બાબતને અલગ જ રીતે બતાવી રહ્યા છે.