કચ્છઃ જિલ્લામાં આ વચ્ચે જિલ્લાભરમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસના જવાનો 40 ડિગ્રી ગરમી વચ્ચે પણ પોતાના ફરજ પર ખેડપગે છે. 12 દિવસની કામગીરીનો ચિતાર અહીં અપાયો છે.
બીજીતરફ કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 37500 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છ અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 6441 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે.
હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1240 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21, 81, 586 લોકોનો સર્વે કરાયો છે.
જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1240 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.23 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.